Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં કોરોના સામેની લડાઈમાં અવિરત કામગીરી કરનાર કર્મચારીઓ-અધિકારીઓનું કલેક્ટરશ્રીનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું.

Share

પંચમહાલ જિલ્લામાં લોક ડાઉનનો અમલ શરૂ કરાયો ત્યારથી કોવિડ-19 સામેની લડાઈમાં અવિરત કામગીરી બજાવનાર જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીઓને જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીના સહયોગથી “એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સંસ્થા” દ્વારા લોક ડાઉન દરમિયાન નાગરિકોને જરૂરી તમામ સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરનારા આ કર્મચારીઓનું તેમની ફરજ નિષ્ઠા બદલ બહુમાન કરવામાં આવ્યું હતું. કોરોના સામેની લડાઈમાં પ્રથમ હરોળમાં કાર્યરત રહેનાર આરોગ્ય વિભાગ અને પોલિસ વિભાગ ઉપરાંત સંક્રમણનાં જોખમ વચ્ચે ફરજ બજાવનારા તંત્રના અન્ય વિભાગોના યોગદાન પ્રત્યે આભાર વ્યક્ત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે પ્રથમ લોક ડાઉન લાગુ કરાયાને 70 કરતા વધુ દિવસો થઈ ગયા છે ત્યારે નાગરિકોને લોક ડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ-માહિતી મળી રહે તેમજ તે માટેનું વ્યવસ્થાતંત્ર સુચારૂપણે ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે અથાર્ગપણે ફરજ બજાવનારા આ કર્મચારીઓ-અધિકારીઓએ કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આ કર્મવીરોનાં વ્યક્તિગત પ્રદાનનો ઉલ્લેખ કરવા સાથે પ્રશંસા કરતા શ્રી અરોરાએ જણાવ્યું હતું કે તેમના ધગશ અને ઉત્સાહે આ લડત દરમિયાન સમગ્ર તંત્રને જીવંત અને ઉર્જાવાન બનાવી રાખ્યું છે. કોરોના સામેની લડાઈ હજી લાંબી ચાલે તેમ છે ત્યારે આ પ્રકારનો અભિગમ ટકાવી રાખવાને તેમણે સમયની માંગ ગણાવી હતી. એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સંસ્થાનાશ્રી આસિતભાઈ ભટ્ટે કોરોનાની આ કપરી ઘડીમાં નાગરિકોને સલામત રાખવા માટે સતત સક્રિય રહેલ તંત્રની કામગીરીને વખાણતા આ કોરોના યોદ્ધાઓ, નાગરિકો અને કોવિડ-19 ની વચ્ચે ઢાળરૂપ બની રહ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે શ્રી પરિમલભાઈ પાઠકે પોતાની જાતને જોખમમાં મૂકીને ફરજને પ્રાધાન્ય આપનારા આ કર્મવીરો સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ બની રહ્યા છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર કચેરી સાથે સંલગ્ન વિવિધ વિભાગો-કચેરીઓનાં 23 થી વધુ કર્મચારીઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી એમ.એલ. નલવાયા સહિતના અધિકારીઓ, એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સાથે સંકળાયેલ મહાનુભાવો તેમજ સન્માનિત થનારા કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કરજણ ગામની સીમમાં જુગારા રમતા ૫ આરોપીઓ ઝડપાયા..

ProudOfGujarat

અમરેલી : સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ બચાવવાની જાગૃત્તિના ભાગરૂપે સાઈકલ રેલી યોજાઇ.

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!