Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં 12 ગૌશાળા/પાંજરાપોળનાં 2743 પશુઓ માટે રૂ.20,57,250/- ગ્રાન્ટની ફાળવણી કરાઈ.

Share

લોકડાઉનના સમયમાં માત્ર નાગરિકો જ નહીં પણ પશુમાત્રને કોઇ તકલીફ ના પડે એનું ધ્યાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાખ્યું છે. નોવેલ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલ લોકડાઉનના સમયગાળામાં ગૌશાળાઓને ઘાસચારા સહિતની કોઇ તકલીફ ના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવતા પંચમહાલ જિલ્લાની 12 જેટલી રજિસ્ટર્ડ ગૌ-શાળાઓ પાંજરાપોળોને તા. 01/04/2020 થી તા.30/04/2020 સુધીના સમયગાળા માટે પ્રતિદિન પશુ દીઠ રૂ.25/-નું અનુદાન ફાળવવામાં આવ્યું છે. સામાન્ય રીતે જીવદયા સાથે સંકળાયેલી આ ગૌશાળાઓનો આર્થિક આધારસ્તંભ સખાવત હોય છે. પણ લોકડાઉનમાં સખાવતી કાર્યો ઉપર અસર પડી છે. સખાવત ઓછી મળવાના કારણે કેટલીક ગૌશાળાનું સંચાલન અને નિભાવણી મુશ્કેલ થઇ હતી. આ બાબત સરકારને ધ્યાને આવતા ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૌચર વિકાસ નિગમના મારફત આ ગ્રાંટ અપાઇ છે. આ પૂર્વે પણ વખતોવખત રાજ્ય સરકાર દ્વારા નિગમ મારફત ગૌશાળાઓને મદદ કરવામાં આવી છે. સરકારના આ સંવેદનશીલ નિર્ણયના પગલે જિલ્લામાં આવેલ 12 જેટલી ગૌ-શાળાઓ/પાંજરાપોળોના કુલ 2743 પશુઓ માટે રૂ.20,57,250/-ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગોધરાની બે, હાલોલની ચાર, કાલોલની ત્રણ, ઘોઘંબાની એક અને જાંબુઘોડાની બે ગૌશાળા-પાંજરાપોળને આ સહાય મંજૂર થઈ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદ : અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૬ મા  પ્રાગ્ટય મહોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાઇ

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામાં વેરા વધારો મંજુર : સત્તાધીશોને લોકડાઉનમાં પ્રજાની દયા ન આવી.?!

ProudOfGujarat

ભરૂચ કોરોના મહામારી વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે બેન્ક ઓફ બરોડા દ્વારા વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!