એનસીસીનો ધ્યેય મંત્ર છે એકતા અને અનુશાસન દેશને જ્યારે જરૂર પડે ત્યારે વિકટ પરિસ્થિતિમાં સરકાર મદદે બોલાવી શકે તે હેતુથી એનસીસીની સ્થાપના કરવામાં આવી હતી. 30 ગુજરાત એનસીસી બટાલિયનનાં કેડેટસ દ્વારા તેના પરિવારના સભ્યોના સહયોગથી ૧૯૦૦ ફેસ માસ્ક તૈયાર કરી એનસીસીનાં કમાન્ડીંગ ઓફિસર દ્વારા પંચમહાલ જિલ્લાના કલેકટર અમિત અરોરાને ભેટ આપી હતી. 30 ગુજરાત એનસીસી બટાલિયનનાં પંચમહાલ, દાહોદ મહીસાગર, જિલ્લાની ૨૪ સ્કુલ અને ૧૦ કોલેજનાં અંદાજિત ૩૪૦૦ જેટલા કેડેટસનાં પરિવારનાં સભ્યોનાં સહયોગથી ૧૯૦૦ જેટલા ફેસ માસ્ક તૈયાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એનસીસીનાં કેડેટસ મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારમાંથી આવે છે. પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. જિલ્લામાં માસ્કની તંગી ન સર્જાય તેમજ જરૂરિયાત મંદોને નિ:શુલ્ક માસ્ક મળી રહે તે હેતુથી ૩૦ ગુજરાત એનસીસી બટાલિયનનાં કમાન્ડીંગ ઓફિસર કર્નલ પી એસ બનાફર તેમજ સુબેંદાર મેજર ગુરમુખ સિંધના નેતૃત્વ હેઠળ ૧૯૦૦ માસ્કનો જથ્થો તૈયાર કર્યો હતો. ૩૦ ગુજરાત એનસીસી બટાલિયન કેડેટસને તાલીમમાં બંદૂક ચલાવતા પણ શીખવાડવામાં આવે છે પરંતુ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના એનસીસીનાં કેડેટસ પોતાના પરિવારના સભ્યોના સહયોગથી ભેગા મળીને આ વિકટ પરિસ્થિતિમાં કોરોના વાઇરસ સામેની જગમાં બંદૂક નહીં પરંતુ સિલાઈ મશીનરૂપી હથિયારનાં ઉપયોગથી દેશ સેવાના જુસ્સાને આગળ ધપાવી જરૂરિયાત મંદોને ઉપયોગી થવાના આશયથી ૧૯૦૦ ફેસ માસ્ક બનાવીને આ જગમાં પોતાનું અનેરૂ યોગદાન આપ્યું છે. આ માસ્કનો જથ્થો તૈયાર કરીને કમાન્ડીંગ ઓફિસર કર્નલ પી એસ બનાફર તેમજ સુબેદાર મેજર ગુરમુખ સિંધનાં માર્ગદર્શન હેઠળ એનસીસી દ્વારા જિલ્લાનાં જરૂરિયાત મંદ અને જિલ્લામાં કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહેલા કર્મયોગીને સરળતાથી માસ્ક મળી રહે તેમજ તેઓ કોરોનાનાં સંક્રમણથી બચી શકે અને સલામતી સાથે પોતાની ફરજ નિષ્ઠા બજાવી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર અમિત અરોરાને ૧૯૦૦ ફેસ માસ્કનો જથ્થો આપવામાં આવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લા વહીવટીતંત્રને એનસીસી કેડેટસ દ્વારા કોરોના સામેની જંગમાં લડવા ફેસ માસ્કનું અનુદાન કરાયું.
Advertisement