વિજયસિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાના રીછવાણી ગામે હોળી ઘુળેટી ના તહેવારને દિવસે એક ઈસમની ક્રુર રીતે માથાના ભાગે હથિયાર વડે જમીનમા ભાગની અદાવતે માર મારી હત્યા કરી દેવામા આવી હતી. જેની તપાસ ગોધરા એલસીબીની શાખાને સોપવામા આવી હતી.જેમા આજે તેનો ભેદ ઉકેલવામા એલસીબીને સફળતા મળી છે. અને બાતમીને આધારે ત્રણ શખ્શોની ધરપકડ કરી છે અને જ્યારે એક શખ્સ જે સામેલ છે તે હજી ફરારછે. આ અંગે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ઘરવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામે રહેતા અર્જુનભાઈ બકાભાઈ બારીયાની હત્યા કરી નાખવામા આવી હતી. તે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવામા આવી હતી. જેની તપાસ ગોધરા એલસીબીને સોપવામા આવી હતી. એલસીબીશાખાના બાહોશ ઈન્સપેકટર ડી.એન.ચુડાસમાએ ટીમ સાથે ગુનાવાળી જગ્યાની જાત તપાસ કરી હતી.તેમજ મોબાઈલ નંબરનુ ફોરેન્સીકની મદદથી એનાલિસિસ કરી ટેકનીકલ ઢબે ગુનાની તપાસ હાથ ધરવામા આવી હતી. જેમા ખાનગી બાતમીદારોની મદદથી ચોકક્સ માહીતી મળી હતી કે અર્જુનભાઈ બકાભાઈ બારીયાની હત્યામાં રીંછવાણી ગામના ગોપાળભાઈ નારસિંગભાઈ પટેલીયા અને તેમના છોકરાઓતેરસિંગભાઈ અને રાજેશભાઈ તેમજ રોહીતભાઈ સંડોવાયેલા છે.અને તેઓ રાણીપુરા ગામે રહે છે તેવી માહીતી મળતા ગોધરા એલસીબીની ટીમ સ્ટાફ સાથે ત્યા ધસી જઈ ગોપાળભાઈ નારસિંગભાઈ પટેલીયા અને તેમના છોકરાઓ તેરસિંગભાઈ અને રાજેશભાઈ રહે પટેલ ફળિયું રીંછવાણી તા ઘોંઘબાનાઓની ધકપકડ કરી હતી. ત્યારે તેમની પુછપરછમા બાપદાદાની જમીનની ભાગની લાગની અદાવત રાખી હોળી પહેલા જ મર્ડર કરવાનું કાવતરુ ઘડી કાઢ્યું હતું.જેમા હોળીના દિવસે ગામ હોળી સળગાવીને અર્જુનભાઈ બકાભાઈ પાછા ફરતા હતા તે સમયે જ પોતાના ઘર પાસે લાકડી અને લોખંડની હથોડીથી માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.આ ત્રણ પકડાયેલ આરોપીઓમાથી એક આરોપી રાજેશભાઈ ગોપાળભાઈ પટેલીયા હાલ ફરાર છે. જેને પણ પકડવાની તજવીજ હાથ ધરી છે. આમ ગોધરાએલસીબીને હત્યાનો ગુનો ઉકેલી નાખવામા સફળતા મેળવી છે.