ગુજરાતમાં લોકડાઉન 4.0 નાં ચોથા તબક્કામાં એસ.ટી બસ સેવા શરૂ કરવા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને અડધા કલાક પહેલા એસ.ટી ડેપોમાં મુસાફરોને હાજર રહી થર્મલ સ્કીનીંગ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ મુસાફરી કરવા દેવામાં આવશે.
ગોધરા વિભાગીય કચેરી દ્વારા સરકારી ગાઇડલાઇનને ધ્યાને લઇ બુધવારથી બસ સેવા પુન: શરૂ કરવામાં આવી હતી. ત્યારે ગોધરા ડેપોની બસો હાલોલ, શહેરા, વડોદરા, સહિતના રૂટ પર દોડશે તથા દાહોદ ડેપોની બસો ઝાલોદ, દેવગઢ બારીયા,લીમખેડા, પીપલોદ સહિતના રૂટ પર દોડશે તથા લુણાવાડા ડેપોની બસો સતરામપુર, વિરપુર, બાલાસિનોર, સહિતના રૂટ પર દોડશે અને 60 ટકાથી વધુ મુસાફરો ભરવામાં નહી આવે અને મુસાફરોએ માસ્ક તથા થર્મલ સ્કીનીંગ ચેક કર્યા બાદ જ મુસાફરોને બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે.
આમ સરકારી ગાઇડ લાઇન મુજબ બસ શરૂ કરવામાં આવી હતી અને મુસાફરોને પુરતો સહયોગ આપવા તંત્ર દ્વારા જણાવ્યું હતું. મંગળવારના બસ સેવા શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ વડી કચેરીથી કોઇ સુચના ન મળતા મંગળવારના બસ સેવા શરૂ થઇ નથી ત્યારે બુધવારના આ સેવા સરકારી ગાઇડ લાઇન મુજબ શરૂ કરવામાં આવી હતી અને પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લામાં બસ સેવા શરૂ કરવામાં આવી હતી અને 60 ટકાથી વધુ મુસાફરો નહી લેવામાં આવે. તેવું ગોધરાના વિભાગીય નિયામક બી આર ડીડોર એ જણાવ્યું હતું. પંચમહાલ જીલ્લામાં આજે લોકડાઉન જાહેર થયા બાદના ૫૬ દિવસ પછી ગોધરા એસ.ટી ડીવીઝનના પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં એસ.ટી બસ સેવાનો પ્રારંભ કરવામા આવ્યો છે.જેમા મુસાફરોનું થર્મલ સ્કીનીંગ અને સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે એસ.ટી બસ સેવા શરુ કરવામા આવી છે. પંચમહાલ જીલ્લામાં પણ કોરોના વાયરસના પગલે ગોધરા એસ.ટી વિભાગની બસો બંધ કરવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે પરીસ્થિતી વિકટ બનતા લોકડાઉન જાહેર કરવામા આવ્યું હતું. જેમા આંતરિક તબક્કે લોકડાઉન જાહેર કરવામા આવ્યુ હતું. ચોથા તબકકાના લોકડાઉનમાં એસ.ટી બસો શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમા પંચમહાલના ગોધરા ડીવિઝનની બસો શરુ કરવામાં આવી છે.જેમા મુસાફરો માટે જરુરી સોશ્યલ ડીસ્ટન્સિંગ અને થર્મલ સ્કેનિંગ સહીતની બાબતોનું ધ્યાન રાખવામા આવ્યુ છે.એસ.ટી વિભાગના વિભાગીય નિયામક તરફથી મળતી માહીતી અનુસાર પંચમહાલ જીલ્લાની ૯૫ ટ્રીપો, મહિસાગર જીલ્લાની ૧૨૪ ટ્રીપો, દાહોદ જીલ્લાની ૧૩૬ ટ્રીપો,મળી ૩૬૩ ટ્રીપો અને ૭૪ શીડયુલ શરુ કરવામા આવ્યા છે.પંચમહાલ જીલ્લામાં ગોધરાથી હાલોલ શહેરા વડોદરા રૂટ તેમજ દાહોદ જીલ્લામાં ઝાલોદ,બારીયા લીમખેડા,પીપલોદ, અને મહિસાગર જીલ્લામાં લુણાવાડાથી સંતરામપુર,વીરપુર,બાલાશિનોર રૂટ શરુ કરવામા આવ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી