કોરોના વાયરસની ભીષણ મહામારી મધ્યેના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને 50 દિવસ ઉપરાંતથી થઈ ગયા છે ત્યારે ગતરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં આગેવાનો દ્વારા હાલોલ મામલતદારને પંચમહાલનાં હાલોલ/કાલોલનાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને લોકડાઉનને કારણે ઘરનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ તંગી પડે છે અને કંપનીઓ ભારત સરકારનાં આદેશ મુજબ કર્મચારીઓને પગાર આપતી ના હોવાના આક્ષેપો કરતું આવેદન પત્ર આપ્યું હતું અને તેમાં દર્શાવેલ હતું કે આગામી દિવસોમાં પગાર ન ચુકવે તો પ્રતિક ઉપવાસ આંદોલન કરવાનું પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના આવેદનપત્રમાં જણાવ્યું હતું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં આગેવાનો દ્વારા આવેદનપત્રની નકલ લેબર કમિશનર-ગોધરા, મામલતદાર શ્રી કાલોલ, મામલતદાર શ્રી હાલોલ, અને પ્રાંત અધિકારીશ્રી હાલોલને નકલ રવાના કરેલ હોવાનું જાણવા મળ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી