સમગ્ર વિશ્વમાં અને ભારતમાં હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી એ જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે ત્યારે દેશમાં લોકડાઉન પાર્ટ-૩ ની સ્થિતિમાં બહુધા ગરીબો અને મજુર પરિવારોની હાલત ખૂબ જ વિકટ બની છે એટલુ જ નહી પરંતુ રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો માટે આવા કપરા સંજોગોમાં આવા જરૂરિયાતમંદ લોકોની પડખે શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલના લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યે શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી પરમ પૂજ્ય ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિત દાહોદ જિલ્લામાં લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ તેમજ મહિલા મંડળ અને વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટને હરીભક્તો દ્વારા તૈયાર કરી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર વિશ્વ સહિત દેશ એક થઈ ગયો છે ત્યારે દેશની સામે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે દરેક સેવાભાવી સંસ્થા કોઈપણ જાતના સ્વાર્થ વિના એકબીજાને મદદરૂપ થવા માટે એક થઈ ગયા છે દરેક જગ્યાએથી મદદ આવી રહી છે અને નાનું મોટું પણ બહોળી સંખ્યામાં યોગદાન આવી રહ્યું છે. આપણે ખરેખર આપણા દેશના લોકો પર માન થઈ જાય આજે જ્યારે આખું વિશ્વ સહિત ભારત દેશ કોરોના નામના પ્રકોપ સામે લડી રહ્યો છે ત્યારે ભારત સહિત ગુજરાત અલગ તરી આવ્યું છે, વસુદેવ કુટુમ્બકમ, વિશ્વ આખું મારું કુટુંબ અને દરેક સમાજના લોકોએ મારો પરિવારની ભાવનાને ભગવાન શ્રી સ્વામીનારાયણના સિદ્ધાંતને અનુલક્ષીને શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યે શ્રી અજેન્દ્રપ્રસાદ જી મહારાજની આશીર્વાદ થી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ગોધરાના શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ તેમજ મહિલા મંડળ અને વૃતાલય વિહારમ અંતર્ગતના વિવિધ મંદિરો સંતો, સહયોગી બહેનો હરીભક્તો, તેમજ ગામના વિવિધ મંડળો દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટ તૈયાર કરી આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આ ઉપરાંત ગોધરાના ગોપાલભાઈ પટેલ અને નિતીનભાઈ પટેલ અથાગ પરિશ્રમ થી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા કાલોલ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ કનેટીંયાગામે રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અનાજની કિટ હરીભક્તો દ્વારા તૈયાર કરી વિતરણ કરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : લક્ષ્મી નારાયણદેવ યુવક મંડળ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કિટ વિતરણ કરાઇ.
Advertisement