સમગ્ર ગુજરાતને કોરોનાએ ભરડો લીધો છે. સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓ કોરોનાની ગંભીર ઝપટે ચડી ચુક્યા છે. જોકે આ તમામ વચ્ચે પંચમહાલ જિલ્લામાંથી કોરોના માટે સારા સમાચાર આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં હવે કોરોના ૧૦ પોઝિટિવ દર્દીઓ નેગેટિવ આવતા વહીવટી તંત્ર હાસ્કાર અનુભવી રહ્યા છે. પંચમહાલમા ૧૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના વધુ 10 દર્દીઓએ મ્હાત આપી છે.પંચમહાલ જીલ્લામા ઉભા કરવામા આવેલા સિવીલ હોસ્પિટલના વોર્ડમાં કોરોનાનાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. જયાં કોરોના પોઝીટીવ દર્દીને રાખવામા આવે છે. કોરોનાના દર્દીઓ સાજા થઈ રહ્યા છે. જિલ્લામાં અગાઉ ૩૩ દર્દીઓ સાજા થયા હતા. જિલ્લામાં કોરોનાના જંગ સામે જીત મેળવનારની સંખ્યા ૪૩ થઈ છે.હાલ ૭૪ જિલ્લામાં કુલ પોઝીટીવની સંખ્યા છે. કોરોનાના પાંચ અસરગ્રસ્તોનાં સારવાર દરમિયાન મોત થયા છે. હોસ્પિટલમાંથી સાજા થઈ જઈ રહેલા દર્દીઓનું તબીબો અને સ્ટાફે અભિવાદન કર્યુ હતું.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલમાં ૧૦ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા હાથ તાળીથી સ્ટાફે તેમનું અભિવાદન કર્યું.
Advertisement