પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોનાની વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે પોલીસ તબીબ અને સફાઈના યોદ્ધાઓ પોતાની ફરજ બજાવતા લોકડાઉનની સ્થિતિમાં જોવા મળે છે. ત્યારે એક સમયે ઘરમાં રહો સુરક્ષિત રહો સાથે લોકડાઉન પાર્ટ- ૩ ને વધુ મજબુત બનાવવા માટે ગોધરા સહિત જિલ્લામાં પોલીસ અધિકારીઓ, અને પોલીસ કર્મચારીઓ સતત ફરજ બજાવી રહ્યા છે ત્યારે ગોધરા અને જિલ્લામાં ફરજ પર હાજર પોલીસ કર્મચારી, તબીબ, અને સફાઈ કામદારોનાં ઘરે પણ કોઈ ચિંતા કરનાર હોય છે અને તેથી જ ક્યાં છો, ક્યારે ઘરે આવશો ? ધ્યાન રાખજો તમે માસ્ક પહેરો છો ને વગેરે બાબત વચ્ચે કોરોનાનાં કાળમાં ફરજ બજાવવામાં અવિરત હાજર રહે છે.
સમગ્ર દેશમાં આ કપરા સમય દરમિયાન સામાન્ય જનતા આ વિપરીત સંજોગોમાં પોતાના પરિવારજનો સાથે રહે છે જ્યારે લોકોની સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ જોખમભરી સ્થિતિમાં ફરજ બજાવી રહ્યા છે.
જ્યારે કેટલાક લોકો દ્વારા પોલીસ કર્મીઓ તબીબો, સફાઈના યોદ્ધાઓનું પણ અભિવાદન કરવામાં આવે છે પરંતુ સાચું કહીએ તો આ અભિવાદન કરતા લોકો અમને સહકાર આપશે તો વધારે સારું લાગશે. લોકડાઉન પાર્ટ – ૩ ની સ્થિતિમાં લોકો તો પોતાના સ્વજનો સાથે રહેવાની તક મળી છે પરંતુ જે ચોવીસ કલાક સુધી ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, તબીબો અને સફાઈ કર્મીઓ, માત્ર લોકોની સેવા માટે ખડે પગે છીએ ત્યારે અવિરત સેવાઓ આપતા કોરોનાનાં યોદ્ધાઓનાં ઘરે પણ તેઓની ચિંતા કરવાવાળું કોઈ છે.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલમાં કોરોના વોરિર્યસ બનીને ખડેપગે ફરજ બજાવતા પોલીસકર્મી, ડોકટર્સ અને સફાઈ કર્મચારી.
Advertisement