દાહોદ જીલ્લામાં બિનવારસી મળી આવેલ બાળકીને cwc ચેરમેન નરેન્દ્ર સોની દ્વારા બાળકીનાં હિતમાં નિર્ણય લઈ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, હાલોલ ખાતે રાખવામાં આવી છે. મળતી વિગતો અનુસાર તા.30/4/2020 નાં રોજ દાહોદ રૂરલ પોલીસને બિનવારસી હાલતમાં મળી આવેલ બાળકીને તાત્કાલિક ટૂંકા ગાળા માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મુકવામાં આવેલ બાળકીનું ચેરમેન દ્વારા વીડિયો કોન્ફરન્સ તેમજ રૂબરૂ કાઉન્સિલીંગ કરવામાં આવેલ હતુ. બાળકીની માતા પણ મળી ગઈ હતી. પરંતુ માતાનાં આધાર પુરાવા ચકાસતા જાણવા મળેલ કે તેઓ મધ્યપ્રદેશનાં રતલામનાં મૂળ રહેવાસી છે પરંતુ બાળકીનાં કોઈપણ પ્રકારનાં આધાર પુરાવા ના મળતા તેમજ બાળકી માતા સાથે જવા માટે ના પાડતા તેમજ માતા પણ હાલ બાળકીને લઇ જવાની ના પાડતા બાળકીનાં હિતને ધ્યાને રાખી ચેરેમન નરેન્દ્રભાઈ સોની દ્વારા બાળકીને પંચમહાલ જિલ્લાનાં હાલોલ ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, પ્રતાપ પુરા હાલોલ ખાતે બાળકીને રાખવામાં આવી છે.
પંચમહાલ, રાજુ સોલંકી