કોરોના લોકડાઉનનાં કપરા કાળમાં સર્વત્ર માનવતા મહોરી ઉઠી છે જરૂરિયાતમંદને વ્હારે ઠેર ઠેર સેવાયજ્ઞઓ શરૂ થયા છે. કોઈ ભૂખ્યું ન સુવે તે માટે શહેરો ગામોમાં જાણે સેવાનો સામુહિક સ્વયંભૂ સંકલ્પ લેવાયો હોઈ તે રીતે સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.નિ:સ્વાર્થ ભાવે સમર્પણ ભાવે સેવારત ગોધરાનાં સિંધી ભાઈઓનો જોમ જુસ્સો ખરેખર સલામીને લાયક છે ત્યારે ગોધરા શહેરની ઝુલેલાલ સોસાયટીમાં રહેતા સિંધી વેપારી વિક્કી ટહેલયાણી અને દીપક ગોરવાણી દ્વારા ગરીબ વિધવા બહેનોને જરૂરી રાશન અને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
એકબાજુ કોરોનાની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે ત્યારે ગોધરાનાં વેપારીઓ આગળ આવ્યા છે. વિક્કી ટહેલયાણી અને દીપક ગોરવાની દ્વારા વિધવા બહેનો અને ગરીબ પરિવારોને મદદ માટે આગળ આવી ૭૦ જેટલા પરિવારોને રાશન અને શાકભાજીની કીટ બનાવી ઘરે ઘરે જઈ વિતરણ કરી માનવતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી