પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુથી તળાવો અને ચેકડેમ ઊંડા કરવાની કામગીરી મનરેગા યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ૫૨ કામોની શરૂઆત થતા ૬૦૦ શ્રમિકો કામમાં જોડાવાની સાથે ૧૮૩ પૈકીના કામોની શરૂઆત થઈ ચૂકી છે. લોકડાઉન ચાલી રહ્યુ છે. રોજગારીની સમસ્યાઓ ઉભી છે.તેની વચ્ચે પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળી રહે એવા આશય સાથે સરકારની સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવા અને ચેકડેમની કામગીરીનો પ્રારંભ થયો છે. કોરોના વાયરસ સંક્રમણ સામે સાવચેતીના પગલાં સાથે જેવા કે સોશ્યલ ડિસ્ટન્સ,માસ્ક સહિતની બાબતોનું પાલન કરી કામગીરીનો સોમવારથી પ્રારંભ કરાયો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત જિલ્લામાં કુલ ૧૮૩ જેટલા કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તળાવો અને ચેકડેમમાં ચોમાસામાં વધુ પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળ સ્ત્રોત રિચાર્જ થાય એવો છે. જેમાં પણ હાલ ડીઆરડીએ મારફતે શરૂ કરાયેલા તમામ કામોમાં લોકડાઉન વચ્ચે સ્થાનિક શ્રમિકોને ગામમાં જ કામ મળી રહેવાથી આવક થઈ શકે એવો આશય છે.જિલ્લામાં હાલ કામોનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં ૬૦૦ ઉપરાંત શ્રમિકો રોજગારી મેળવતા થયા છે.હાલોલ તાલુકાનાં મોટી રણભેટ તળાવ, અભેટવા તળાવ, આબાવાડીયા, જેપુરા, અમરાપુરા ચેકડેમનાં કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં મંગળવારે મોટી રણભેટ તળાવનું ખાત મુહુર્ત કરી કામ શરૂ કરવામાં આવ્યું છે.આમ ગ્રામીણ વિસ્તારને રોજગારી આપવાનું શરૂ કરવામા આવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાં મનરેગા યોજના હેઠળ કામો શરૂ કરવામાં આવ્યાં.
Advertisement