પંચમહાલ જીલ્લામાં આવેલી ઔધોગિક વસાહતમાં કામ કરતા હજારો કામદારો ઉપર લોકડાઉનનાં કારણે માઠી અસર પડી છે. ત્યારે લોકડાઉન લંબાતા કામદારોના જીવનનિર્વાહ પર અસર જોવા મળી રહી છે. ત્યારે કામદારો પણ પોતાના માદરે વતન જવાની માંગ કરી રહ્યા હતા.જોકે સરકાર દ્વારા વિશેષ ટ્રેન દ્વારા તેમને પોતાના વતન મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા કાલોલ અને હાલોલમાંથી ૧૨૨૦ જેટલા પરપ્રાંતિય કામદારોને ગોધરાથી ટ્રેન દ્વારા ઉત્તરપ્રદેશનાં લખનઉ ખાતે રવાના કરવામા આવ્યા હતા. ફરી એકવાર રેલ્વે પ્રશાસન દ્વારા વધુ એક ટ્રેન દ્વારા આજે લખનઉ સુધી મોકલવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા, કાલોલ અને હાલોલ ખાતે જીઆઈડીસી વિસ્તારમાં કામ ધંધો કરતા પરપ્રાંતીય શ્રમિકોનું જરૂરી રજીસ્ટ્રેશન કરી તમામ લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા સ્કીનિંગ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા સહિત હાલોલ ખાતેથી ઉત્તરપ્રદેશનાં ૧૨૨૦ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને આજરોજ સાડા સાત વાગ્યેનાં સુમારે ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશનાં લખનઉ ખાતે ટ્રેન રવાના કરવામાં આવી હતી. હાલોલ વિસ્તારોમાં ૨૫ અને કાલોલ ૫ એસ.ટી બસો દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને ગોધરા રેલ્વે સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી દેવામાં આવી હતી. ગોધરા, કાલોલ અને હાલોલ વિસ્તારમાંથી પરપ્રાંતીય શ્રમિકોને ૩૦ એસ.ટી બસો દ્વારા ગોધરા રેલ્વે સ્ટેશન પર લાવવામાં આવ્યા હતાં અને ત્યાંથી સાંજે સાડા સાત વાગે યુ.પી ના લખનઉ સુધી ટ્રેન દોડાવવામાં આવી હતી ત્યારે ઉત્તરપ્રદેશનાં ૧૨૨૦ શ્રમિકોનાં પરિવારો પાસેથી ટિકિટનાં રૂપિયા ૫૩૫ લઈ તેમને વિશેષ ટ્રેન દ્વારા બુધવારે સાંજે સાડા સાત વાગે ગોધરાથી લખનઉ રવાના કર્યા હતા. આ મહામારીના પ્રકોપમાં જયાં રોજગાર ધંધો છીનવાઈ ગયો હોય અને ખાવાના પણ ફાંફા હોય તેવા સંજોગોમાં શ્રમિકો પાસેથી ટિકિટનાં રૂપિયા લેવા કેટલા યોગ્ય છે તે એક ચર્ચાનો વિષય બન્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી