Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં NFSA અને NON NFSA BPL 2.04 લાખ રેશનકાર્ડ ધારકોએ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો.

Share

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં એન.એફ.એસ.એ. માં આવતા અંત્યોદય રેશનકાર્ડ ધારકો, અગ્રતા ધરાવતા કુટુંબો અને નોન એન.એફ.એસ.એ.માં આવતાં બીપીએલ રેશન કાર્ડ ધારકો સહિત કુલ 2,04,636 રેશનકાર્ડ ધારકોને 476 જેટલી વાજબી ભાવની દુકાનો મારફતે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે અસરકારક વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલના લોકડાઉન અને કોરોના વાયરસની પરિસ્થિતિને અનુલક્ષીને સસ્તા અનાજની દુકાન આગળ સામાજિક અંતર જાળવી દુકાનદારો દ્વારા રેશનકાર્ડ કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં કુલ 2,14,079 એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકો છે, જે પૈકી શહેરા ખાતે 38,980 કાર્ડધારકોને, મોરવા (હ) ખાતે 22,400 રેશનકાર્ડ ધારકોને, ગોધરા ખાતે 47,879 કાર્ડ ધારકોને, કાલોલ ખાતે 28,911ને, ઘોઘંબા તાલુકામાં 31,336 કાર્ડધારકોને, હાલોલ તાલુકામાં 24,753 ધારકોને તેમજ જાંબુઘોડામાં કુલ 5212 કાર્ડધારકોને મળીને કુલ 1,99,471 લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે નોન-એન.એફ.એસ.એ.માં આવતા જિલ્લાના કુલ 9072 બીપીએલ કાર્ડધારકો પૈકી 5165 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર વિતરણની તારીખો પૂર્ણ થઈ ગઈ હોવા છતા જો કોઈ લાભાર્થી બાકી રહી જતા હોય તો તેમને વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખાનું રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવ્યું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

લીંબડી શહેરમાં આવેલ બીએ કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓના અભ્યાસ અર્થે અને ભાવી ભવિષ્ય માટે વિદ્યાર્થીનીઓ અને વાલીઓનું સંમેલન યોજાયું

ProudOfGujarat

ચાઈનીઝ દોરી વિવાદ પર હાઈકોર્ટનું કડક વલણ, સરકાને નવું સોગંદનામું દાખલ કરવા કહ્યું

ProudOfGujarat

વ્યારા ખાતે ગુજરાત ગણેશ ચોકનુ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!