Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ પોઝિટિવ કેસોનાં સંપર્કમાં આવેલ વ્યક્તિઓને સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

Share

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને ધ્યાનમાં લઈને કલેકટરશ્રી અમિત અરોરાએ એક મહત્વનો નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે હવેથી જિલ્લાના કોવિડ-૧૯ કેસોના સંપર્કમાં આવનાર લોકોના ઘરે રાજ્ય સરકારની ક્વોરેન્ટાઈનને લગતી માર્ગદર્શિકા અનુસારની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો આ વ્યક્તિઓને સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે, જેથી તેમના પરિવારજનો અને આસપાસના લોકોમાં સંક્રમણનો ભય ન રહે. ઘરે ક્વોરેન્ટાઈન થવા ઇચ્છતા લોકોના ઘરે મેડિકલ ઓફિસરના નેતૃત્વ હેઠળની ટીમ જે-તે વ્યકિત પરિવારના સભ્યોથી આઇસોલેટ થઈને અન્યોને ચેપ ના લાગે તે રીતે રહી શકે તે માટે ટોઈલેટ-બાથરૂમ સહિતની સુવિધાઓ ધરાવતી અલગ રૂમ જેવી સુવિધાઓ, સ્થાન વગેરે બાબતોની ચકાસણી કર્યા બાદ જ હોમ ક્વોરેન્ટાઈન માટે પરવાનગી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં સંક્રમણના કેસોની પેટર્ન જોતા હોમ ક્વોરેન્ટાઈન કરાયેલ વ્યક્તિઓથી બાદમાં પરિવારના સભ્યો કે આસપાસના લોકોને સંક્રમણ લાગુ પડ્યું હોવાના કિસ્સા સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગીચ વિસ્તારોમાં કે સાંકડી જગ્યામાં રહેતા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવાથી તેમનું સંભવિત સંક્રમણ તેમના પરિવારજનો કે આસપાસના લોકોમાં પણ લાગુ પાડવાની શક્યતા રહેલી છે. આ પ્રકારના જે લોકો પોતાના પરિવારથી સંપૂર્ણપણે આઈસોલેટ થઈ શકવાની વ્યવસ્થા ન ધરાવતા હોય તેમને ફરજિયાત રીતે સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલીટીમાં 14 દિવસનો ક્વોરેન્ટાઈન સમયગાળો પૂર્ણ કરવાનો રહેશે. શ્રી અરોરાએ પોઝિટીવ વ્યક્તિઓનાં સંપર્કમાં આવેલી વ્યક્તિઓને પોતાના પરિવારજનો સહિતના સ્નેહીજનોને સંક્રમણના ભયથી બચવા સ્વેચ્છાએ સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલીટીમાં જવા અને સહયોગ આપવા અપીલ કરી હતી. આ ઉપરાંત, તેમણે છેલ્લા 15 દિવસમાં કોઈપણ પોઝિટીવ પેશન્ટના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને આગળ આવવા તેમજ ક્વોરેન્ટાઈન થવા અપીલ કરી હતી. હેલ્પલાઈન 1077 પર હોમ ક્વોરેન્ટાઈન અને ક્વોરેન્ટાઈનને લગતી વિગતો મેળવી શકાય છે. હાલમાં ઈકબાલ ગર્લ્સ સ્કૂલ, ઈએમઆરએસ, વેજલપુર, દારૂલ-ઉલુમ, ગર્વમેન્ટ એન્જિનિઅરીંગ કોલેજ, જલારામ સ્કૂલમાં ક્વોરેન્ટાઈનની સુવિધા કરવામાં આવી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ કોર્ટ રોડ પર મહાકાય લીમડા નું વૃક્ષ રસ્તા વચ્ચે જ તૂટી પડતા દોડધામ, વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર 82 ફોર્મ પરત ખેંચાયા છતાં 249 ઉમેદવારો મેદાને.

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં ઈ-એફ.આઈ.આર અને સાઈબર ક્રાઈમ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!