ચીનના વુહાન શહેરમાંથી આવી સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોના વાઇરસ એક બાદ એક હજારો જીવોને ભરખી ગયો છે ત્યારે આ કોરોના વાઇરસની મહામારી વચ્ચે સમગ્ર જનજીવન લોકડાઉન સાથે લોક કરી દીધું છે અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે અને પોતાના પરિવાર સાથે રહી હેમખેમ દિવસો પસાર કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરોનાનાં પ્રકોપનાં કારણે દિન પ્રતિદિન કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં હાલની સ્થિતિમાં કુલ ૩૮ કોરોના વાઇરસના પોઝીટીવ કેસ નોંધાયા છે. ત્યારે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા વીડિયો કોન્ફરન્સથી મીટીંગના માધ્યમ દ્વારા માહિતી આપી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રાજીવ સાતવજી, સહપ્રભારી બી. મોહંતી જી, તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા દ્વારા ગુજરાતના કોંગ્રેસના જીલ્લા પ્રમુખશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટીંગ લેવામાં આવેલ. જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
જીલ્લા કોંગ્રેસ પ્રમુખઓની વિડીયો કોન્ફરન્સની મીટીંગમાં પંચમહાલ જીલ્લાની માહિતી આપતા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી.
Advertisement