Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે કોરોના ટેલી કાઉન્સલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

Share

કોરોના મહામારી સંદર્ભ ઊભી થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ એક નવતર અભિનવ પ્રયોગના ભાગરૂપે કોરોનાના કારણે સ્ટ્રેસ અને અસુરક્ષિતતા અનુભવતા ઉમરલાયક વડીલોને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે કોરોના ટેલી કાઉન્સલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનાં એન.એસ.એસ વિભાગ દ્વારા કોમર્સ કોલેજ ગોધરા ખાતે કોરોના અવેરનેસ બાબતે ટેલી કાઉન્સલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં 2 દિવસમાં 596 વડીલોને કોરોના બાબતે માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરાની સુચના મુજબ તથા યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ શરુ કરાયેલા આ સેન્ટરમાં ડૉ.ભોલંદા સાહેબ તથા એન.એસ.એસ .કોર્ડિનેટર ડૉ.નરસિંહભાઈ પટેલ સતત માર્ગદર્શન આપી રહ્યા છે.આ સેન્ટરમાં હાલ કોમર્સ કોલેજ ગોધરા એન.એસ.એસ.ના 5 સ્વયંસેવક સેવા આપી રહ્યા છે.
on
પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઉમરપાડાનાં ગુલીઉમર ગામ પ્રાથમિક શાળામાં શિક્ષકે નોટબુક વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર : કાનૂની સેવા સમિતિ દ્વારા એસ.ટી ડેપો  ખાતે કાનૂની શિબિર યોજાઇ.

ProudOfGujarat

અમદાવાદમાં જગન્નાથ મંદિરનું રિ ડેવલોપમેન્ટ થશે, 50 હજાર ભક્તો દર્શન કરી શકે એવું મંદિર બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!