Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં બોર્ડની ૨ લાખથી વધુ ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ.

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસ સંક્રમણના ભયને ધ્યાને લઇ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી ઉત્તરવહી ચકાસણીનું કાર્ય સ્થગિત કરવામાં આવ્યું હતું. ઉત્તરવહી ચકાસણીનું આ કાર્ય રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ તા.૧૬ એપ્રિલથી શરૂ થઈ ગયું છે. હાલ પંચમહાલ જિલ્લામાં ૩ (ત્રણ) જેટલા મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો ગોધરા, હાલોલ અને દેલોલ ખાતે ધોરણ-૧૦ના કુલ ૬ કેન્દ્રો પર અને ધોરણ-૧૨ના કુલ ૪ કેન્દ્રો પર ૮૫૦ જેટલા શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આશરે ૩.૫૦ લાખથી વધુ ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં આવશે. હાલ સુધી ૨ લાખ ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉપરોક્ત ત્રણેય મથકના કુલ ૧૦ બિલ્ડીંગ ખાતે જે-તે વિસ્તારની નગર પાલિકાની ટીમ દ્વારા સેનેટાઇઝેશન કરી જંતુ મુક્ત કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે દરેક બિલ્ડીંગના પર દરેક રૂમમાં ફક્ત બે ટીમના ૧૦ સભ્યો દ્વારા પરીક્ષણ કાર્ય થાય છે, જેથી સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે. તમામ શિક્ષકો દ્વારા માસ્કનો ઉપયોગ કરાય તેમજ હેન્ડ સેનેટાઇઝરની સુવિધાની ઉપલબ્ધી સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દરરોજ ૩-૪ બિલ્ડીંગની રૂબરૂ મુલાકાત લઈને આ તકેદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, દરેક બિલ્ડિંગ ખાતે કચેરીના એક શિક્ષણ નિરીક્ષક/મદદનીશ શિક્ષણ નિરીક્ષકની નિમણૂક પણ સંકલનમાં મદદરૂપ બનાવ કરવામાં આવી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

એનીમિયા કન્ટ્રોલ માટે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો.

ProudOfGujarat

સાબરકાંઠા-હિંમતનગર ના હાજીપુર નજીક મીની ટેમ્પો પલ્ટી જતા અકસ્માત, 10થી વધુ ઘાયલ..

ProudOfGujarat

આખરે 20 દિવસના ઉકળાટ બાદ ભરૂચ-અંકલેશ્વર પંથકના વાલિયા- ઝઘડીયા વિસ્તારમાં વરસાદની ધીમીધારે એન્ટ્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!