Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં વધુ બે પોઝિટીવ કેસોનો ઉમેરો સાથે કુલ કેસોની સંખ્યા 14 થઈ, કુલ 12 સક્રિય કેસો.

Share

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોરોના પ્રભાવિત વિસ્તાર શહેરા ભાગોળ અને અબરાર મસ્જિદ વિસ્તારમાંથી આરોગ્ય વિભાગને કોરોનાના કુલ 2 પોઝિટીવ કેસ મળી આવ્યા છે. શહેરા ભાગોળની 18 વર્ષીય યુવતી અને અબરાર મસ્જિદ વિસ્તારની મુસ્લિમ સોસાયટી-બી માંથી 47 વર્ષીય મહિલાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવતા તેમને ગોધરા સિવિલ ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સ્થિર છે. બંને દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બંને વિસ્તારોમાંથી અગાઉ કોવિડ-19 નો એક-એક કેસ મળી આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહના જણાવ્યા અનુસાર આજે આવેલ ટેસ્ટના પરિણામો પૈકી કુલ 16 ના ટેસ્ટ નેગેટીવ અને બે પરિણામ પોઝિટીવ આવ્યા હતા. આ ઉપરાંત બે સેમ્પલ રીપીટ સેમ્પલ હતા. આ બે સહિત ગોધરા સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં કુલ 6 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. જ્યારે કુલ 4 દર્દીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. 4 દર્દીઓ વડોદરા ગોત્રી ખાતેની હોસ્પિટલમાં જ્યારે 2 વડોદરાની ટ્રાયકલર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાંથી હાલની સ્થિતિએ કુલ 148 સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જે પૈકી 14 સેમ્પલ પોઝિટીવ રહ્યા છે, જ્યારે 114 સેમ્પલ નેગેટિવ રહ્યા છે. 2 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના સારવાર દરમિયાન અવસાન થયા છે. ગઈકાલે રબ્બાની મહોલ્લા, વેજલપુર રોડના એક 70 વર્ષીય મહિલાનો કોવિડ-19 રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

હવે ઝાડું ની જગ્યા એ મશીનો આવી ગયા છૅ, આપ બધા સમજી ગયા હશો,ભરૂચ ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા નું નિવેદન ચર્ચામાં

ProudOfGujarat

કરજણ ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો હાજર રહ્યા હતા.

ProudOfGujarat

ભરૂચથી કોસંબા જતા હાઈવે પર ગેરકાયદેસર કેમિકલ વગે કરવાનાં વધતા જતા બનાવો…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!