Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગોધરા ખાતે મહિલા નિરંકારી સંત સમાગમ કાર્યક્રમનુ આયોજન

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

ગોધરા શહેર સંત નિરંકારી મંડળ દ્રારા ગોવિંદ ભવન બંજારા પાર્ટી પ્લોટ ખાતે મુંબઈથી પધારેલા પરમ આદરણીય અરુણા યાદવજીની અધ્યક્ષતામાં મહિલા સંત સમાગમ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતું.જેમા પંચમહાલ જિલ્લામાંથીમોટી સંખ્યામા મહિલા ભક્તો ઉમટી પડી હતી.નિરંકારી પ્રર્દશની આ નિરંકારી મહિલા સમાગમનુ મુખ્ય અંગ રહ્યું અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો.
વિશ્વભરમાં માર્ચ મહિનામાં ભારતના અગલ અગલ શહેરોમાં નારી શક્તિને પ્રોત્સાહન આપવા માટે તથા નારી ઘરને સ્વર્ગ બનાવે તે માટે મહિલા સંગ સમાગમ રાખવામા આવે છે.નારી અને પુરુષ વચ્ચે સદગુરુ માતા સંવિદર હરદેવજી મહારાજની કૃપાથી આવા મહિલા સંત સમાગમનુ આયોજન કરવામા આવે છે.
મુંબઇથી પધારેલા આદરણીય અરુણા યાદવજીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નારી ગણને સંબોધતા કહ્યુ હતું કે “એક જેવૂ પહેરવેશ પહેરવાથી એકતા સંભવ નથી એક સમાન ખાનપાન ખાવાથી એકતા સંભવ નથી એકતા માટે એકત્વની ભાવના લાવવા માટે દિવ્યજ્ઞાનની જરુર છે.”નિરંકારી મિશનના અનુયાયીઓ આ દિવ્યજ્ઞાન જન મનમાં ફેલાવે તે માટે આવા વિવિધ કાર્યક્રમો કરવામા આવે છે.

Advertisement

Share

Related posts

દૂધનો માવો ભરૂચ જિલ્લામાં ક્યાં-ક્યાં સડ્યો તેની વિગતો જાણો.દૂધના ઉત્પાદકોને જંગી નુકસાન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 36 કલાકમાં સરેરાશ માત્ર 5.4 મી.મી વરસાદ વરસ્યો

ProudOfGujarat

માંગરોળ : વાંકલ બજારમાં હાઇવા ટ્રકે મહિલાને અડફટે લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!