પંચમહાલ જિલ્લામાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ અને ૧૪૪ ની કલમ લાગુ કરવામાં આવેલ છે ત્યારે પોલીસ કર્મીઓ પોતાના પરિવારથી પહેલા પોતાના કર્તવ્યને સ્થાન આપી લોકોને કોરોના વાઇરસથી બચાવવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પોલીસ કર્મીઓ દ્વારા સતત દરેક સોસાયટી, મુખ્ય માર્ગો, ચોક, ગલીઓમાં પેટ્રોલીંગ સાથે ચેકિંગ કરી લોકોને કોરોના વાઇરસથી સાવચેત કરવામાં આવી રહ્યા છે સાથે છેવાડાના ગામડાઓમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા નિરાધાર ગરીબ જરૂરિયાતમંદ લોકોને રોજનું બે ટંક ભોજન મળી રહે તે હેતુસર પંચમહાલ જિલ્લાના ગોધરા એલસીબી સ્ટાફ દ્વારા રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ બાબતો વચ્ચે પોતાની જાનનાં જોખમ વચ્ચે કોરોના ગ્રસ્ત વિસ્તારમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે.લોકડાઉનમાં પોલિસ દ્વારા લોકડાઉનનો ભંગ કરનાર સામે ક્યારેક આકરૂ પણ બનવું પડ્યું છે.ત્યારે પોલિસના સૂત્ર “સેવા સુરક્ષા અને સલામતી”ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યું છે. જેમાં જો પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના ઇન્સ્પેકટર ડી.એન.ચુડાસમા અને તેમની ટીમ દ્વારા લોકોને લોકડાઉનનો અમલ કરવા તથા ઘરમાં રહો સુરક્ષિત રહોના સુત્ર સાથે વિધવા બહેનો અને જીવન જરૂરિયાત લોકોને કીટનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. વકતાપુરા અને વણાકપુરાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે તેમજ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને હાલ ચાલી રહેલ લોકડાઉનની સ્થિતિમાં રોજ કમાઈને રોજ ખાનાર વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ પોલીસે કડક બનવાની સાથે સાથે માયાળુ બની લોકસેવાનું પણ કાર્ય કરી રહી છે. લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવા સૂચના કરવામાં આવેલ છે.આમ સુરક્ષા, સેવા અને સલામતીના પોલીસના સૂત્ર દ્વારા સાર્થક કરવામાં આવી રહ્યું છે.
રાજુ સોલંકી, પંચમહાલ
પંચમહાલ એલસીબી પોલીસે લોકડાઉનમાં માનવતા મહેકાવી રાશન કિટનું વિતરણ કર્યું.
Advertisement