સમગ્ર દેશની માફક પંચમહાલ જિલ્લામાં પણ આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓને લોક ડાઉન અંતર્ગત સ્થગિત કરીને સંક્રમણનો ફેલાવો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોક ડાઉન અંતર્ગત વેપાર-ધંધા ઉદ્યોગો (મંજૂરી મેળવ્યા સિવાયના) બંધ છે. જો કે ભારત સરકાર દ્વારા અપાયેલ નિર્દેશ અનુસાર જિલ્લામાં ખેતી વિષયક મશીનરી/ઓજારોની પ્રાપ્તિ તથા તેના સમારકામ-રિપેરિંગ માટેની હોય તેવી તમામ દુકાનો ખુલ્લી રાખી શકાશે તેમ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું. આ ઉપરાંત હાઈ-વે પર ટ્રકોના રિપેરિંગ માટેની દુકાનો પણ ખુલ્લી રાખી શકાશે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારના આદેશાનુસાર આવશ્યક સેવાઓ આપતી ઈ-કોમર્સ કંપનીઓ અને આવશ્યક સેવાઓમાં રોકાયેલ વાહનો સિવાયના આ કંપનીઓના વાહનોને લોક ડાઉન દરમિયાન મુક્તિ માટે અપાયેલા પાસ રદ કરવા અંગેની કામગીરી હાથ ધરવા પણ જિલ્લા સમાહર્તાશ્રીએ ઈન્સીડન્ટ કમાન્ડર અને પ્રાંત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
પંચમહાલ જિલ્લામાં ખેતી વિષયક મશીનરી/ઓજારોની દુકાનો, હાઈ-વે પર ટ્રકોના રિપેરિંગ માટેની ખુલ્લી રાખી શકાશે.
Advertisement