પંચમહાલ જીલ્લામા લોકડાઉનનો અમલ જીલ્લા પોલીસ દ્વારા કરવામા આવી રહ્યો છે.ત્યારે લોકડાઉનના સમયમાં પહેલા ગોધરામાં લોકડાઉનનો અમલ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામા આવી રહ્યો હતો. ત્યારે હવે જીલ્લા પોલીસ તંત્ર દ્રારા હાઇડ્રોજન એરબલૂનની મદદ લેવામા આવી રહી છે. જેનાથી તમામ અવરજવર પર નજર રાખી શકાય છે. ગોધરા શહેર પોલીસ દ્વારા પહેલા ડ્રોન અને હવે કેટલીક સાંકડી ગલીઓ અને મુખ્ય રસ્તાઓ પર સર્વેલન્સ રાખવા માટે હવે હાઇડ્રોજન એર બલૂનની મદદ લેવામાં આવી છે, પંચમહાલ પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજી અપનાવી હાઇડ્રોજન એર બલુન કેમેરા હવામાં તરતા મુકવામાં આવ્યા છે,
હાઈ ડેફિનેશન કેમેરાથી સજ્જ એર બલૂન જે-તે વિસ્તારમાં ફરજ બજાવી રહેલ પોલીસ અધિકારીના મોબાઈલ સાથે કનેક્ટ રહેશે,જે-તે વિસ્તારની ગતિવિધિ અને બિનજરૂરી ઘરથી બહાર ફરતા લોકો સામે સતત ૨૪ કલાક સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, ડ્રોન કેમેરા સામે હાલ હાઇડ્રોજન એર બલૂન કેમેરા મદદરૂપ સાબિત થયો છે. જિલ્લામાં નોંધાયેલા તમામ કેસ ગોધરા શહેરનાં જ છે, અને તમામ કેસ લોકલ ટ્રાંસમિશનના ચેપને કારણે ફેલાયેલ છે, એટલે જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉન, હોમકવોરન્ટાઇન અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા લોકો ઉપર સીધી નજર રાખી શકાય તે માટે શક્ય તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે,પંચમહાલ જીલ્લા પોલીસ વડા લીના પાટીલ તેમજ ડીવાયએસપી આર.આર.દેસાઇ સહિતના અધિકારી તેમજ જીલ્લા પોલીસ ટીમ સતત ખડેપગે ફરજ બજાવી રહી છે.
પંચમહાલ, રાજુ સોલંકી
પંચમહાલ પોલીસનો લોકડાઉનનાં માહોલમાં પરિસ્થિતિ પર નજર રાખવા એર બલૂનનો નવતર પ્રયોગ જાણો વધુ.
Advertisement