Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં ખેત જણસોના પરિવહન માટે કૃષિ વિભાગ દ્વારા કિસાન રથ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી.

Share

સમગ્ર દેશ અને રાજયમાં નોવેલ કોરોના વાઈરસ-૧૯ ના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ પેદાશોના આંતરરાજય પરિવહન અને રાજ્યમાં લાંબા અંતરના પરિવહનમાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના નિવારણ માટે ભારત સરકાર દ્વારા કિસાન રથ મોબાઈલ એપ તૈયાર કરી તમામ નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવેલ છે. આ મોબાઈલ એપ ખેતી કરતાં ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર (એગીગ્રેટર) માટે પરિવહન માટેની માહિતીના આદાન-પ્રદાનનું માધ્યમ છે. આ મોબાઈલ એપથી ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર (કંપની તરીકે અને વ્યક્તિ તરીકે) રજીસ્ટર થઈ શકે છે. આ એપમાં ફક્ત કૃષિ ઉત્પાદન કરતાં ખેડૂતો, કૃષિ પેદાશનું સંચાલન કરતાં વેપારીઓ અને પરિવહન સાધનોની સેવા પૂરી પાડતા ટ્રાન્સપોર્ટર કંપની તેમજ વ્યક્તિઓ એકબીજા સાથે સીધા ઓનલાઈન માહિતીની આપ-લે કરી શકશે. પરિવહનના દર/ભાડું, અંતર અને અન્ય શરતો અને બોલીઓ જે-તે સ્ટેક હોલ્ડર દ્વારા પોતાની કક્ષાએથી કરવાની રહેશે. વધુ માહિતી માટે બાગાયત અધિકારી, પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક, તાલુકા કક્ષાએ તાલુકા અમલીકરણ અધિકારી, વિસ્તરણ અધિકારી (ખેતી) અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, અનેક હોદેદારોનો પણ સમાવેશ થયો

ProudOfGujarat

અંકલેશ્વર- કારચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા ફોરવહીલ ગાડી દુકાનમાં ઘુસી…

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક માજી કેન્દ્રીય મંત્રીએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઈને આકરા પ્રહારો કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!