પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોરોના વાઇરસ ની મહામારી ના કારણે ગોધરા માં ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે ગોધરાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વેપારી ઓને લીલાં શાકભાજી મળી રહે તે હેતુસર આજે સવારે વેપારીઓને સોશ્યલ ડી્સ્ટન્સીગ માં ઉભા રહી શાકભાજી લઈ રહ્યા છે. કોરોના મહામારી મા કોરોના નું સંક્રમણ ન ફેલાય તેની તકેદારી ના ભાગરૂપે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન રાજેશભાઇ ચૌહાણ દ્વારા શાકભાજી લેવા આવેલ તમામ વ્યક્તિઓને ફરજીયાત માસ્ક પહેરી અને સામાજીક અંતર જાળવવા નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે જિલ્લા કલેકટર ના આદેશ અનુસાર કહેવામાં આવ્યું હતું. ત્યારે ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને સદસ્યો દ્વારા ડુંગરી બટાકા અને લીલાં શાકભાજી યાર્ડ માં સતત મળી રહે તથા અનાજ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ બજાર સમિતિમાં મળી રહે તે માટે પ્રયત્નશીલ છે.
રાજુ સોલંકી:- પંચમહાલ