Proud of Gujarat
FeaturedGujaratINDIA

પુરવઠા નિગમના ગોડાઉન, એપીએમસી ખાતેનિયત કરેલા સેન્ટરો પર ખરીદી થશે

Share

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2020-21 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલ રૂ.1925/-ના ભાવે તા. 20/04/2020થી તા. 31/05/2020 સુધી ઈ-પ્રોક્યોરમેન્ટ હેઠળ આ ખરીદી હાથ ધરાશે. યાદી અનુસાર પંચમહાલ જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન/ એપીએમસી ખાતે નિયત કરેલ સેન્ટરો ગોધરા, કાંકણપુર, હાલોલ, દેલોલ (કાલોલ), શહેરા, મોરવા (હ) અને ઘોઘંબા ખાતેથી સરકારશ્રીના યુનિફોર્મ સ્પેસીફિકેશન/ એફ.એ.ક્યુ. (ફેર એવરેજ ક્વોલિટી) સામાન્ય ગુણવત્તા ધરાવતો ઘઉંનો જથ્થો ખરીદવામાં આવશે. જેનો લાભ નોંધણી કરાવેલ તમામ ખેડૂતભાઈઓને લેવા આ યાદીમાં જણાવાયું છે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

હિમાચલમાં ભાજપે સ્વીકારી હાર, મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્યપાલને સોંપ્યું રાજીનામુ.

ProudOfGujarat

ભરૂચમાં બુદ્ધ પૂર્ણિમાની લોકડાઉન વચ્ચે પોતાના ઘરે જ લોકોએ કરી ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. પી.આઇ. એસ.સી.તરડેને ગુજરાત રાજ્યનો ઇ-કોપ ઓફ ધી મન્થ એવોર્ડ તેમજ સાયબર સેલના પો. કોન્સ્ટે. મલ્કેશ ગોહિલને ગુજરાત રાજ્યનો સાયબર કોપ ઓફ ધી મન્થનો એવોર્ડ પ્રાપ્ત થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!