પંચમહાલ જીલ્લામાં કોરોના વાયરસના કેસો આવ્યા છે. જિલ્લામાં લોકડાઉનની પાલન થઇ રહ્યુ છે. ત્યારે લોકડાઉનના માહોલને લઇને ગોધરામાં પશુ ચોરીની ગેંગ સક્રિય થઈ છે. ગોધરા શહેરની પ્રભાકુંજ સોસાયટી વિસ્તારમાં ફરતા ગૌવંશોને ઇનોવા ગાડીમાં લઈ જવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. જોકે નાગરિકોની જાગૃતતાને લઇને આ ચોરગેંગ ભાગી ગઈ હતી. અને જતા જતા તેમને આ વિસ્તારની સોસાયટીના રહીશો પર પથ્થરમારો પણ કર્યો હતો. પંચમહાલ જીલ્લામા ગૌવંશોની ગેરકાયદેસર હેરાફેરી તેમજ ગોધરા શહેરમા કતલખાને લઈ જવાના ઇરાદે ગોવંશોને પોલીસે ભુતકાળમા પકડી પાડી અબોલજીવોને બચાવ્યા છે. ગોધરા શહેરમા લોકડાઉનના માહોલનો ફાયદો ઉઠાવી કેટલીક પશુચોરોની ગેઁગ સક્રિય હોય તેમ લાગી રહ્યુ છે. ગોધરા શહેરના પ્રભાકુંજ સોસાયટી વિસ્તારમા વેરજીભાઈ ભરવાડના પશુઓ ચરતા હતા. તે સમયે
એક ઇનોવા ગાડીમા કેટલાક શખ્શોએ એક પશુને પકડીને ગાડીમા લઈ જવાનો પ્રયાસ પણ કર્યો હતો. પણ અહીના સ્થાનિકોની નજર પડતા બુમાબુમ કરીને તેમને રોકયા હતા. જેથી પશુચોરો એ સોસાયટીના રહિશોને પથ્થર માર્યા હતા. અને તેમનો પશુને ચોરવાનો પ્રયાસ નિષ્ફળ રહેતા તેઓ ગાડીમા બેસીને ફરાર થઇ ગયા હતા. એવુ સ્થાનિકો પાસેથી માહિતી મળી છે. વધુમા મામલે ગોધરા એડીવિઝન મથકે ફરિયાદ પણ નોધાઇ હોવાનુ જાણવા મળેલ છે. આમામલે આઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા છે. જેમા પશુને ઉઠાવાનો પ્રયાસ સીસીટીવીમાં જોઇ શકાય છે. સમગ્ર ઘટના ની લોકો માં ભારે ચર્ચા ચાલી રહી છે.
રાજુ સોલંકી :- પંચમહાલ