પંચમહાલ રાજુ સોલંકી
સામાન્ય રીતે પોલીસનુ કામ પ્રજાનુ રક્ષણ કરવાનુ અને કાયદો અને વ્યવસ્થા જાળવાનુ છે.ત્યારે પંચમહાલ પોલીસ હવે પોતાની ફરજોની સાથે જળસંચયની પહેલ શરુ કરી છે.જેમા પોતાના આવાસથી જળ સંચયનો આ પ્રયોગ અપનાવે અને પાણી બચાવાના મહામૂલા પ્રયાસમાં સહભાગી થાય તેવો સંદેશ પાઠવી રહ્યા છે.
દૂનિયામાં વધતી જતી ગ્લોબલ વોર્મિગની સમસ્યાથી દુનિયાના મોટાભાગના દેશ ચિંતીતછે.કારણકે તેના કારણે પર્યાવરણમાં ચિંતાજનક ફેરફારો આવી રહ્યા છે.જ્યા વરસાદ વધુ પડતો ત્યા હવે ઓછો વરસાદ અને જ્યા ઓછો વરસાદ પડે ત્યા વધુ વરસાદ પડી રહ્યો છે.ઉનાળાની સીઝન આવતા ભારતભરના રાજ્યોમાં પાણીના પોકારો ઉઠતા રહે છે.તેની સામે હવે માણસે સજાગ થઈ જવાની જરુર છે.એક બાજુ પાણીના સ્તર જમીનથી નીચા જઈ રહ્યા છે.ત્યારે જળ સંચય અને જળવ્યવસ્થાપન જેવી વ્યવસ્થા હવે ઉભી કરવી જરુરી બની છે.જેનાથી વરસાદી પાણીનો સગ્રહ કરીને જમીનમા પાણીનુ તળ ઉચુ લાવી શકાય અને પાણીની સમસ્યાને નિવારી શકાય.વિજ્ઞાનીકો,પર્યાવરણના અભ્યાસુઓ પણ આ જળસંચયના પ્રયોગને સમર્થન આપી રહ્યા છે.પણ આમ સામાન્ય લોકોમાં જાગૃતિ જળસંચય અભિયાનને લઇને આવી જોઈએ તેટલી આવી નથી.પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા જળ સંચય અભિયાનની અનોખી પહેલ શરુ કરવામાં આવ્યો છે.જેમા જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટસના મકાનોની અગાશી પર પડતુ પાણીના ટીપેંટીપાને સંગ્રહ કરવાની નેમ પોલીસ કર્મીઓએ લીધી છે.જેમા પોલીસ કવાર્ટસની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં ખાડો ખોદીને અને પીપને કાણા પાડીને દાટીને અગાશી પરથી પાઇપલાઈન કરી જોડવામાં આવી છે.જેનાથી વરસાદી પાણી અગાશી પર પડશે ત્યારે સીધુ પાઇપવાટે જમીનમાં ઉતરશે.અને પાણીનો સંગ્રહ થશે.ભુર્ગભ જળના સ્તર ઉચા આવશે.પંચમહાલ રેન્જ ડીજીની સુચનાથી આ અનોખી પહેલ સમાવિષ્ટ પંચમહાલ,દાહોદ,અનેામહિસાગર જીલ્લામાં શરુ કરવામાં આવી છે.આગામી સમયમા તમામ પોલીસની સાથે સંકળાયેલા મકાનો,ઓફીસો સહિત વિસ્તારને આવરી લેવામા આવનાર છે.ત્યારે પંચમહાલ પોલીસની જળ સંચયની આ પહેલને જીલ્લાવાસીઓ પણ બિરદાવી રહ્યા છે.