હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી અને લોકડાઉનની વિપરીત પરિસ્થિતિનાં કારણે ઊંડાણના ગ્રામ્ય અને જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજની હાલત અત્યંત દયનીય અને કફોડી બની છે. પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાંથી રોજગાર માટે અનેક આદિવાસી સમાજના લોકો રાજય બહાર કે જિલ્લાઓમાં ગયા છે જેમાંથી કેટલાક પરત આવ્યા છે તો કેટલાક રાજય બહાર અથવા અન્ય જિલ્લાઓમાં સેલ્ટર સેન્ટરમાં રોકયેલા છે ત્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં જંગલમાં નિવાસ કરતા આદિવાસી લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કથળી છે. હાલની મહામારીનાં સમયે છૂટાછવાયા ઊંડાણના વિસ્તારમાં યોગ્ય સહાય અને મદદ મળતી નથી જેને કારણે આદિવાસી સમાજ ખૂબ જ દુ:ખી છે તો આવા સંજોગોમાં વન્ય ઉપજ દ્વારા વળતર મળે અને આર્થિક પરિસ્થિતિ સુધરે તે હેતુસર હાલમાં શરૂ થયેલ ટીમરૂ પાન અને અન્ય વન્ય પેદાશોની ખરીદ કરવા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા તાત્કાલિક વન્ય વિસ્તારમાં આવેલ કેન્દ્રો ઉપર કામગીરીની શરૂઆત કરે તે માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીએ માંગ કરી છે.
પંચમહાલ રાજુ સોલંકી