વિજયસિંહ સોલંકી શહેરા( પંચમહાલ)
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનો પાનમ નદીના તટનો વિસ્તાર જંગલથી આચ્છાદિત વિસ્તાર છે.ત્યારે દક્ષિણ પંચમહાલનો જાંબુંઘોડા તેમજ શિવરાજપુર સહિતન વન વિસ્તાર જંગલ પ્રદેશ છે. આ તમામ વિસ્તારની વાત કરવામા આવે તો અહી મોટા પ્રમાણમાં મહુડાના વૃક્ષો આવેલા છે. મહુડાના વૃક્ષને પંચમહાલ જીલ્લાના શહેરા સહિતના ગ્રામ્ય વિસ્તારમા રહેતા આદિવાસીઓએ ‘ કમાઉ દિકરા’ની ઉપમા આપી છે. કારણ કે તે બે વખત ખપ પુરતી રોજી રોટી રળી આપે છે. મહુડાના વૃક્ષની ડોળને વેચીને પણ સારી એવી આવક મેળવી શકાય છે. આ ડોળીનું તેલ કાઢવામા આવે છે. અને તેનો ઉપયોગ પણ રસોઈના તેલમા થતો હોય છે. મહુડાનાફુલ પડવાની સીઝન હાલ ચાલુ થઈ ગઈ છે. વહેલી સવારે મહુડાના સફેદ ફુલોપડવા લાગે છે. ગ્રામ્યવિસ્તારોમા રહેતા ગ્રામજનો દ્વારા સવારે મહુડા વીણવામા આવે છે. અને તેના સુકવીને વેચવામા આવે છે. અને સારી એવી આવક રળી લે છે.ચોમાસામા બિયારણ સહિતની માટેની સારી એવી રકમ મહુડાના ફુલ વેચીને મળી રહે છે. ગ્રામ વિસ્તારોંમા મહુડાના ફુલમાથીદેશી દારુ પણ બનાવામા આવે છે.મહુડાના ફુલ આજીવિકાનુ સાધન તો બની રહ્યા છે. સાથે સાથે કમાઉ દિકરાની વ્યાખ્યા પણ સાર્થક કરી રહ્યા છે.