Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલમાં બોર્ડની ઉત્તરવહી તપાસણી શરૂ કરવામાં આવતાં કોરોનાને લઇને સેન્ટરોને પણ સેનેટાઇઝ કરાયા.

Share

રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. પરંતુ ભારત સરકારની ગાઈડ લાઈન દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી જય જલારામ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 ની ઉત્તરવહી તપાસવાનું મૂલ્યાંકન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.જેમાં ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ શિક્ષકો ગુજરાતી અને ગણિત વિષયની ઉત્તરવહી ચકાસણી કરી રહ્યા છે શિક્ષકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સોશીયલ ડિસ્ટન્સમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે ગોધરા નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને લઈ સેન્ટરોને પણ સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગોધરામાં આવેલ જય જલારામ હાઈસ્કૂલ ખાતે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી સેનેટાઈઝરથી સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

દેશભરના વિવિધ રાજયોમાંથી NCCના અંદાજે ૧૦૦૦ જેટલા છાત્રો ભાગ લશે.

ProudOfGujarat

કાર ખાબકી ખાઈમાં – અંકલેશ્વર અંદાડા માર્ગ પર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં ઉતરી જતા અકસ્માત

ProudOfGujarat

સુરતમાં ગરબામાં જીએસટી મામલે વિરોધ પ્રદર્શન કરાતા આપના કાર્યકરોની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!