આજે સમગ્ર વિશ્વમાં કોવિડ-19 ને લીધે સમગ્ર માનવજાતના ઇતિહાસમાં એક નવો પડકાર ઉભો થયો છે, લોકડાઉનના આ સમયગાળા દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં પણ ઘણું નુકસાન થયું છે. માનવજીવનના ઇતિહાસમાં સમય અનુસાર પડકારો તો સતત આવતા જ રહે તા હોય છે. આવા સમયમાં સમાજની નજર શિક્ષણ શાસ્ત્રીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈ પણ હોય છે. વળી લોકડાઉનને લીધે જે પ્રશ્નો છે તે પ્રશ્નનો અંત લોક ડાઉન પૂર્ણ થયાની સાથે આવશે તે ભૂલ ભરેલું છે. આ માટે પ્રશ્નોને પહેલેથી જાણી અને તેનું સુદ્રઢ આયોજન કરવું અત્યંત જરૂરી છે. આવા સંજોગોમાં ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ ncc nss તેવી પ્રવૃત્તિ સાથે જોડાઈને સમાજને મદદરૂપ થાય છે પરંતુ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફના આચાર્ય તથા સમગ્ર સ્ટાફ આ પરિસ્થિતિને પહોંચી વળવા અલગ નામથી આયોજન કરેલ છે જેમાં શિક્ષકોની શૈક્ષણિક સંસ્થાની જુનુ સમુદાય સાથે તાદાત્મ્ય સાધી અને એક સામાજિક કાર્ય કરવાના હેતુથી નહીં પરંતુ એક સેવાઓ બજાવીના સમયગાળામાં સમાજને સામાજિક જવાબદારી નિભાવવામાં તેનું આયોજન કરેલ જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સાહિત્ય પરીક્ષાની તૈયારીમાં માર્ગદર્શન દિવ્યાંગ વિદ્યાર્થીઓ ખાસ સંભાળ મહત્વ આપવામાં આવે છે.આ માટે આચાર્ય શ્રી કે જી છાયા અને સંસ્થા પરિવાર વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન વિડીયો કોન્ફરન્સ કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપતા રહે છે જેનાથી વિદ્યાર્થીઓ પણ રોમાંચ અનુભવે છે અને સામાજિક જવાબદારી ઉપાડવા માટે સદાય તત્પર રહે છે. વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ વ્યવસાયિક ક્ષેત્રમાં તો શું કરી શકાય તે માટેનું માર્ગદર્શન સ્ટાર્ટ અપ વિશેની માહિતી વિગેરે પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે લોકડાઉનના સમયગાળા દરમ્યાન હતાશા અનુભવતા વિદ્યાર્થીઓ માટે માનસિક ઉપચાર કેન્દ્ર પણ આ કોલેજ દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેનું માર્ગદર્શન આચાર્ય શ્રી ડો કે જી છાયા અને મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક અરુણ ડામોર વોટસએપ ઉપર આપી રહ્યા છે. સમગ્ર જનતાને હવા મૂંઝવણના સમયમાં માર્ગદર્શન મેળવવાની ઈચ્છા હોય તો તેમણે વોટસએપ પર માહિતી આપવામાં આવે છે જેનો ઉપયોગ કરવા આચાર્યશ્રીજી છાયા સાહેબે અનુરોધ કર્યો છે. સમગ્ર પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ શિક્ષણ સાથે સંલગ્ન એવા રાજ્યના યુવાનોને માર્ગદર્શન અને સહાયતા મળી રહે તે હેતુથી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ તરફથી એક હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ એપ સેન્ટર અલગ-અલગ ત્રણ ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસકીય સુવિધા તેને લગતું મટીરીયલ અભ્યાસમાં જવાનું અંદર માર્ગદર્શન વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મુંઝવણ અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને કેરિયર કાઉન્સેલિંગ માર્ગદર્શન દિવ્યાંગ જનોને માટે ખાસ સુવિધા અને આમ જનતા માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનનું કાર્ય હાથ ધરવામાં આવેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી