કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે ત્યારે નાગરિકોને આવશ્યક સેવાઓની આપૂર્તિ નિરંતર જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા શ્રેણીબદ્ધ જન ઉપયોગી નિર્ણયો કરવામાં આવ્યા છે. આવા જ એક નિર્ણયના ભાગરૂપે ખેડૂતોના રવિ સીઝનના ખેત ઉત્પાદનને ધ્યાનમાં રાખીને સરકારે આપેલી સૂચના અનુસાર આવતીકાલથી પંચમહાલ જિલ્લાના તમામ અનાજ માર્કેટ યાર્ડ અને સબયાર્ડ શરૂ કરવામાં આવશે. સવારના 9:00 કલાકથી 1:00 વાગ્યા સુધી આ યાર્ડ કાર્યરત રહેશે. ખેડૂતો પોતાનુ ખેત ઉત્પાદન વેચાણ માટે લાવે તે પહેલા નીચે જણાવેલ બજાર સમિતીઓનાં સેક્રેટરીઓનાં મોબાઈલ નંબર પર તેઓનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે-તે બજાર સમિતી દ્વારા જણાવેલ તારીખે અને સમયે ખેડૂતોએ પોતાના ખેત ઉત્પાદન લઈ આવવાનું રહેશે.
1.મુખ્ય યાર્ડ ગોધરા અને સબયાર્ડ કાંકણપુર,ટીમ્બા રોડ (9979675555)
2.મુખ્યયાર્ડ શહેરા અને સબયાર્ડ મોરવા રેણા (9898641588)
3.મુખ્યયાર્ડ ઘોઘંબા (8460735497)
4.મુખ્યયાર્ડ ડેરોલ અને સબયાર્ડ વેજલપુર (8160338841)
5.મુખ્યયાર્ડ મોરવા હડફ અને સબયાર્ડ મોરા (8141179988)
6.મુખ્યયાર્ડ હાલોલ (9428674844)
આ ઉપરાંત ખેડૂતો વેચાણ માટે આવે ત્યારે તેની સાથે એક જ વ્યક્તિએ આવવાનું રહેશે. આ ઉપરાંત, દરેક વ્યક્તિએ માસ્ક પહેરીને જ યાર્ડમાં આવવાનું રહેશે. તે સિવાય યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. વેપારીઓએ પોતાના ધંધાના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ સહિતની કાળજીઓ રાખવાની રહેશે તેમ જિલ્લાની બજાર સમિતીઓના ચેરમેનની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
પંચમહાલ જિલ્લામાં આવતીકાલથી અનાજ માર્કેટયાર્ડ અને સબયાર્ડ સવારનાં 9:00 કલાકથી 1:00 સુધી કાર્યરત રહેશે.
Advertisement