Proud of Gujarat
FeaturedGujarat

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને બાહી હાઇસ્કુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Share

પંચમહાલ રાજુ સોલંકી

તારીખ ૬/૭/૨૦૧૯ ના રોજ બાહી હાઈ સ્કૂલમાં ભવ્ય રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરતા ગુજરાત રાજ્ય શિક્ષણ જગતના આભુષણ કહી શકાય એવા પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી એસ પંચાલ સાહેબ અને ગુજરાત રાજ્ય સંચાલક મંડળના મહામંત્રી તેમજ પૂર્વ બોર્ડ સભ્ય શ્રી પી.ડી. સોલંકી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આજના આ વિશ્વ પુસ્તકદિને શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જી કે પટેલ સાહેબે આમંત્રિત મહેમાનોને પુસ્તક અને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર આપ્યો હતો . ધોરણ 12ની વિદ્યાર્થીની હેત્વી સોલંકીએ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી વિષય પર અંગ્રેજીમાં વક્તવ્ય આપ્યું હતું.

Advertisement

લગભગ 20,000 વૃક્ષોનું જતન કરનાર પ્રકૃતિ પ્રેમી એવા શાળાના પૂર્વ આચાર્યશ્રી પી.ડી.સોલંકી સાહેબે વિદ્યાર્થીઓને વૃક્ષોની માવજત કરવાની પ્રેરણાદાયક વાત વહેતી મૂકી હતી. પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી એસ પંચાલ સાહેબ દ્વારા પ્રતી વિદ્યાર્થી દિઠ ઓછામાં ઓછો એક છોડનુ જતન કરવા પર ભાર મૂકવામા આવ્યો હતો . સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન શાળાના શિક્ષક કવિ શ્રી મોહસીન મીરે કર્યું હતું જેમનું જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ સાથે મળીને સો થી પણ વધુ છોડ વાવીને વૃક્ષારોપણની ઉજવણી સાર્થક કરી હતી.

up


Share

Related posts

ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ના દિવા રોડ પર આવેલ ખેતર માંથી યુવતી ની લાશ મળતા ભારે ખળભળાટ મચ્યો હતો…….

ProudOfGujarat

વ્યારા ખાતે મેન ઓફ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિમા સામાન્ય સભામાં રાશનકાર્ડના કામમાં તથા આધારકાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!