હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર દેશ લોકડાઉન થઈ ગયું છે ત્યારે ગોધરામાં આવેલ જૂની મામલતદાર કચેરી ખાતે ખોદકામની કામગીરી દરમિયાન પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા. જે પુરાતત્વ વિભાગ દ્વારા આ જગ્યાએ ચારે બાજુથી કોર્ડન કરી લીધી હતી અને બાંધકામ રોકી તમામ જગ્યા પુરાતત્વ વિભાગ એ પોતાના હસ્તક લીધી હતી અને આગળનું સંશોધન ચાલુ રાખ્યું હતું ત્યારે તે જગ્યાએ પોલીસ ગઢી વિસ્તારની ચો તરફ આવેલ પૌરાણિક ઐતિહાસિક દિવાલ જે જર્જરીત હાલતમાં ધરાશયી થતાં ભારે નુકસાન થયું છે તેથી આ જર્જરીત બનેલ દીવાલનું સમારકામ કરી તાત્કાલીક પુરાતત્વ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, અને આર એન્ડ બી વિભાગને પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીએ ધ્યાન દોરી ઐતિહાસિક વિરાસતની સાચવણી માટે રજૂઆત માંગ કરી છે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement