સમગ્ર ભારત સહિત ગુજરાતમાં માનવજાત પર કોરોના વાઇરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પાછલા બે મહિનામાં ચીનના વુહાન શહેરમાંથી કાળમુખી વાઈરસ વિશ્વના હજારો લોકોને ભરખી ગયો છે જેને રોકવા માટે તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝ આ બે મહત્વના પગલાઓ છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે એક નાગરિકને કોરોના પોઝીટીવ હોવાનો એકમાત્ર કેસ નોંધાયા છે
એ સિવાય સંક્રમણનાં કિસ્સામાં કોઈ વધારો જોવા મળ્યો નથી તેમ છતાં બહાર ગામથી આવેલ નાગરિકોને કરવામાં આવેલ હોમ કવોરોનટાઈનનાં નાગરિકો જાણે અજાણે થતા રહેતા સંક્રમણને રોકવા માટેની તકેદારીના ભાગરૂપે ગોધરા નગરપાલિકાનાં ફાયરબ્રિગેડ વિભાગના અધિકારી પી.એફ. સોલંકીનાં માર્ગદર્શન હેઠળ સેનેટાઈઝરમાં સોડિયમ હાઈપોક્લોરાઇટ લિક્વિડનું મિશ્રણ કરી ગોધરાની કલેકટર ઓફિસમાં સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર.૪ નાં નગરપાલિકાનાં માજી પ્રમુખ અને હાલના કાઉન્સીનર રાજેશભાઇ ચૌહાણનાં અથાર્ગ પ્રયત્નોથી વોર્ડ નંબર.૪ માં આવેલ કુસુમવિવેક નગર, સિંધીચાલી, જી.ઈ.બી ,માર્કેટીંગ યાર્ડ, વાલ્મીકીવાસ વગેરે વિસ્તારોમાં સેનેટાઈઝ કરવાનો સરાહનીય નિર્ણય કર્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
કોરોના વાઇરસનાં લોકલ ટ્રાન્સમિશનનાં ભય વચ્ચે ગોધરા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું.
Advertisement