કોરોના વાઇરસ સંક્રમણના કારણે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના વાઇરસ કેસોમાં આમ આદમીને અને ગરીબ મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતોની હાલત કફોડી બની છે જેથી પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અજિતસિંહ ભાટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં કોરોના વાઇરસની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી આવતા આમ જનતા જ્યારે સામાન્ય બિમારીમાં સપડાઈ છે ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ બંધ હોવાથી સરકારી હોસ્પિટલમાં દર્દીને સારવાર ન મળવાથી મુશ્કેલી પડે છે જેથી દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી અને હાલ જિલ્લામાં ખેડૂતો દ્વારા પકવેલ પાકો તૈયાર થઈ ગયા છે ત્યારે ઘઉં, શાકભાજી, તરબૂચ, શકક્ટેટી, વગેરેનું ઉત્પાદન વિશાળ પ્રમાણમાં થયું છે પરંતુ આ માલ લેવા માટે કેન્દ્ર ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે તેથી માલનું ઉત્પાદન નુકશાન ન થાય તે માટે વહીવટીતંત્ર યોગ્ય પગલાં લે હાલમાં રાજય સરકાર દ્વારા જરૂરિયાત મંદ APL ધારકોને અનાજ આપવાની જાહેરાત કરી છે પરંતુ APL ધારકોની સંખ્યા બહોળા પ્રમાણમાં હોવાથી કોઈ અવ્યવસ્થા ન ઊભી થાય તે માટે વધારે કેન્દ્રો ઉભા કરવા માટે માંગ ઉઠી છે આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા જે પ્રજાના પૈસા એ જે મહોત્સવ, ઉત્સવો, કાર્યક્રમો, જાહેરાત, હોંડીંગ તથા ૨૦૦ કરોડનું વિમાન ખરીદી જેવા ખર્ચ બે વર્ષ માટે બંધ રાખવા માટે તેમજ સરકાર પાસે શ્રમિક કલ્યાણ બોર્ડમાં જે ૨૯૦૦ કરોડ રૂપિયા રકમ છે તે શ્રમિકોનાં ભોજન, આરોગ્ય શિક્ષણ, આર્થિક મદદમાં વપરાય અને ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન DNF ની ૫૦૦ કરોડ જેટલી રકમ સરકાર પાસે છે તે રકમ કોરોના હોસ્પિટલમાં ટેસ્ટીંગ કીટ PPE તેમજ આરોગ્યની વિવિધ સુવિધાઓ માટે વપરાય અને ૩૦ જૂન સુધી જુદા જુદા વેરા વસુલાતમાંથી મુક્તિ આપવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી