Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પંચમહાલ  જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને  આવેદનપત્ર અપાયું. 

Share

 

વિજયસિંહ સોલંકી, ગોધરા   (પંચમહાલ)

Advertisement

 

એસ ટી એસ સી સુપ્રિમ કોર્ટમા એસટી એસસી એકટ અંગે લેવાયેલા નિર્ણય  સામે વિરોધ વ્યકત કરવા  દલિત સંગઠનો દ્વારા ભારતબંધનુ એલાન કરવામા આવ્યું હતુ ત્યારે પંચમહાલ જીલ્લાના  વડા મથક ગોધરામા તેનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. પચંમહાલ  જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા  આવેદનપત્ર જીલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગા ને  આપવામા આવ્યું હતુ. દલિતસમાજના, તેમજ કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામા જોડાયા હતા અને તેમને  એકટમા ફેરફાર  કરવા  અગે વિરોધ નોધાવ્યો હતો.

પ્રાપ્ત વિગતોઅનુસાર ગોધરા શહેરમા આજે  દલિતસંગઠનો દ્વારા આપવામા આવેલા બધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા એક આવેદનપત્ર જીલ્લાકલેકટરને  આપવામા આવ્યું હતુ તેમા જણાવામા આવ્યુંહતુ કે  દેશમા દલિતો ઉપર  વધતા જતા અત્યાચારો અને નામદાર સુપ્રિમ કોર્ટના તા ૨૦-૩-૨૦૧૮ના ચુકાદાના  દ્વારા અનુ  જાતિ જનજાતિ અત્યાચાર ધારાના ૧૯૮૯નીચે આરોપીને ત્વરિત ધરપકડકરવાની જોગવાઈને  અર્થહીન બતાવામા આવી છે. કારણ કે આ ચુકાદા દ્વારાનીચે આરોપીની ધરપકડ માટેની પુર્વ શરત તરીકે પુર્વ મંજુરી બનાવીફરજીયાત છે. તથા આવા કેશોમા જામીન આપવાનું ચુકાદામા જણાવાયું છે.  આ ચુકાદો એવા સમયે આપવામા આવેલ છેકે જ્યારે દલિતોદુઃખદપરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે.દેશનાદરેક ભાગોમા   અત્યાચારોથી દલિત કુટુબો ભોગ બની  રહ્યા છે. એનસીઆરબી ના રિપોર્ટ પ્રમાણે ભારતમા દર ૧૫ મિનિટે   દલિત પર અત્યાચાર આચરવામા આવે છે. દર ૧૫ મિનિટે ૬ દલિત મહીલાઓ ઉપર અત્યાચાર આચરવામા આવે છે.છેલ્લા વર્ષોમા દલિતો ઉપર અત્યાચારો ના પ્રમાણમા વધારો થયો છે.  વધુમા જણાવામા આવ્યું હતું કે  એક તરફ કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર દલિતોના હક્ક અને અધિકારમાટેની લડાઈ લડે છે. તેવો દાવો કરે છે. આ  ચુકાદો આપવામા આવ્યો છે તે  અત્યાચાર નિવારણ ધારાને નિર્રથક બનાવામા આવી રહ્યો છે.  આમ સરકારની બેધારી નીતીઉજાગર થઈ છે.  અને આ અગે તાત્કાલિક પગલા લેવા પણ આવેદનપત્રમા જણાવાયુ છે. આ આવેદનપત્ર આપવા મોટી સંખ્યામા  દલિત અગ્રણીઓ કોગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર ની પાછળ સૂકા કચરામાં લાગી આગ….

ProudOfGujarat

રાજપારડીના અવિધા ગામે ખુલ્લા ગભાણમાંથી ભેંસોની ચોરી કરનાર બે ઈસમોને ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પડાયા

ProudOfGujarat

રાજપારડીમાં માસ્ક નહિ પહેરલ વ્યક્તિઓ વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!