પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત તાલુકામાં હાલ ચાલી રહેલા લોકડાઉનને ચુસ્તપણે અમલ કરાવતા જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમ ફરજના ભાગરૂપે કામગીરી કરી રહ્યાં છે. પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ અને પોલીસ તંત્રની ટીમ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં દરેક વિસ્તારમાં ખડે પગે રહી કોરોના વાઇરસના કારણે રોગનો કોઈ ભોગ ના બને તેવી સાવચેતીના પગલા અંતર્ગત કડક સુરક્ષા કરી રહ્યા છે. હાલમાં ઉનાળાનાં આકરા તાપમાં પણ સતત ખડે પગે પોલીસ દેખાય છે ત્યારે આ પોલીસ ફરજ નિષ્ઠ ટીમ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખી લોકડાઉનનું ચુસ્તપણે અમલવારી કરાવી રહ્યા છે. ગોધરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ખડે પગે ખરા બપોરે કડકડતાં તાપમાં પી.આઈ સહિત પીએસઆઇ, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, ટીઆરબી, જીઆરડી નાં જવાનો કોરોના યોદ્ધાની જેમ ૨૪×૭ કલાક અવિરત ફરજ પર તૈનાત રહે.
પંચમહાલ રાજુ સોલંકી