પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારની સસ્તા અનાજની કેટલીક દુકાનોમાં અનાજ ન આપતા હોવાની લોકબુમ ઉઠવા પામી છે એક બાજુ કોરોનાના કારણે લોકડાઉન છે.અને હાલ ગરીબ લોકોને ઘર ચલાવાના ફાફા પડી રહ્યા છે.ત્યારે આવા સમયમા સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવાની જાહેરાત કરવામા આવી છે.જે ગરીબો માટે આર્શિવાદ સમાનછે.પંરતુ શહેરા તાલુકામાં આવેલી કેટલીક સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા જથ્થો ઓછો આપવામાં આવી રહ્યો હોવાની વ્યાપક લોકબુમો ઊઠવા પામી છે.ત્યારે આ મામલે સ્થાનિક તંત્રને પણ રજુઆત કરવા છતા આવા સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી હોવાની પણ લોકબુમ ઉઠવા પામી છે.સામાન્ય રીતે લોકડાઉનનો માહોલ છે.ત્યારે રોજ લઈ કમાઇને ખાતા લોકોની હાલત કફોડી બની છે.ત્યારે આવા સમયમાં સસ્તા અનાજના દુકાનદારોએ માનવતા બતાવાના બદલે મનમાની કરવામા વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે.માત્ર કોરોનાનો માહોલ છે.ત્યારે જ નહી પણ સામાન્ય દિવસોમાં પણ શહેરા તાલુકાની ગ્રામીણ વિસ્તારની કેટલીક સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો પુરવઠો ઓછો આપવામા આવતો હોવાની તેમજ મહિનામા અમુક જ દિવસે દુકાનો આ સંચાલકો ખોલતા હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે અને સરકારી નિયમોની ઐસીતૈસી કરી રહ્યા છે.ત્યારે આ મામલે જવાબદાર તંત્રે આવા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામા આવે તે માટે લોકબુમ ઉઠવા પામી છે.
પંચમહાલ રાજુ સોલંકી