કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે.ત્યારે ગરીબ લોકોને પોતાના પેટનો ખાડો પુરવો મુશ્કેલ બન્યો છે.શહેરા તાલુકાના સલામપુરા ગામના એડવોકેટ અનોપસિહ સોલંકીના તાજેતરમાં પોતાના પુત્ર તેજેન્દ્રના પુત્રનું અકાળે અવસાન થયુ હતું .જોકે અકાળે અવસાન થતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું અનોપસિંહ દ્વારા પુત્રના આત્માને શાંતિ મળે અને શ્રધ્ધાજંલીના ભાગરુપે તેમને સેવાકાર્ય કરવાનું નક્કી કર્યું હાલમાં કોરોનાના કારણે થયેલા લોકકાઉનના કારણે ગરીબ અને જરૂરિયાત લોકોના ધંધા રોજગારને અસર પહોંચી છે.ત્યારે વકીલ અનોપસિંહએ સલામપુરા ગામના જરુરિયાતમંદ ગરીબ લોકોની યાદી બનાવીને રાશનકીટ આપવાનું નક્કી કર્યું. ત્યારબાદ અનોપસિંહના પરીવારના સભ્યો દ્વારા સલામપુરા ગામના ગરીબ પરિવારોને અનાજની સાથે કરિયાણાની કીટનુ વિતરણ કરવામા આવ્યુ. અત્રે નોંધનીય છે કે આ પહેલા પણ વકીલ અનોપસિંહએ પોતાના પિતાના બેસણામાં આવેલા સગાસબંધીઓને વિવિધ ફળફૂલના છોડનું વિતરણ કરીને શ્રધ્ધાજંલી પાઠવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી