108 ઈમરજન્સી સેવા અને 104 હેલ્થ હેલ્પ લાઈનનું સંચાલન કરતી GVK EMRI દ્વારા 2 એપ્રિલનો દિવસ રાષ્ટ્રીય ઈએમટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં પણ આ દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહની દ્વારા ઈએમટી કર્મચારીઓને ચોકલેટની ભેટ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે કોરોના વાયરસ સંક્રમણના કારણે ઉભી થયેલી કપરી સ્થિતિમાં સતત ફરજ પર હાજર રહેતા 108 ના કર્મચારીઓની ફરજ નિષ્ઠાને બિરદાવતા તેમની કામગીરીના વખાણ કર્યા હતા. આ દરમિયાન કોરોના સંક્રમણના કારણે ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સિંગનાં પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સમાં એક પાયલોટ અને એક ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન ફરજ બજાવે છે. જે કોલના સ્થળેથી દર્દીને દવાખાના લઈ જવા દરમિયાન આપવી પડતી પ્રાથમિક સારવાર આપે છે. પંચમહાલ જિલ્લામાં 40 જેટલી 108 એમ્બ્યુલન્સ ઓપરેટ કરી રહી છે.
પંચમહાલ રાજુ સોલંકી
રાષ્ટ્રીય ઈએમટી દિવસ નિમિત્તે પંચમહાલની ‘108 ઈમરજન્સી સેવા’ નાં ઈએમટી કર્મચારીઓનું સન્માન કરાયુ.
Advertisement