પંચમહાલ જિલ્લા ગોધરા નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે ધનિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ ગોધરામાં આવેલ વિવિધ સોસાયટીઓ, ગલી મહોલ્લામાં ફોગીંગ અને સેનેટાઈઝરના છંટકાવથી વિસ્તારોને સેનેટાઈઝ કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા. ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મેલેરિયા વિભાગના સેનેટરી ઈન્સ્પેકટર અશોકભાઈ સોલંકી અને કિરણભાઈ ચૌહાણને ગોધરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને દવાઓ છંટકાવ કરવા માટે સુચના આપી હતી જેથી મેલેરિયા વિભાગની ટીમે ગોધરામાં આવેલ એસઆરપી પાછળ મીનાક્ષી સોસાયટી અને બજારાં પાર્ટી પ્લોટ તથા ડોડપા ફળિયા વિસ્તારમાં ફોગીંગ કરી દવાઓનાં છંટકાવથી સેનેટાઈઝ કરવામાં આવ્યા હતાં.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement