પંચમહાલ રાજુ સોલંકી
અડાલજ ખાતે ગુજરાત ક્ષત્રિય ગાડલીયા લુહાર સાત ફેરા સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત પ્રથમ સમુહ લગ્ન મહોત્સવ સમારોહ ને રાજ્ય સરકારના અધિક સચિવશ્રી કે.જી.વણઝારાએ દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકેલ અને પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતિઓને આશીર્વચન અને શુભેચ્છા પાઠવી હતી આ તકે કે.જી.વણઝારાએ જણાવ્યું હતું કે સમુહ લગ્ન થી દરેક સમાજ માં સદભાવના દ્રઢ બને છે અને સામાજીક સમજતા કેળવાય છે.
આવા સમુહ લગ્ન મહોત્સવ ને સમાજ ના શ્રેષ્ઠીઓ ના યોગદાન થી કાર્યબળ પ્રાપ્ત થાય છે. આ ગુજરાત ક્ષત્રિય ગાડલીયા લુહાર સાત ફેરા સમુહ લગ્ન સમિતિ એ પ્રથમ વખત અડાલજ માં ગાડલીયા લુહાર સમાજ ની 21 દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન કરી સમાજ સેવાનું જે કાર્ય કરેલ છે તે કાર્ય સરાહનીય અને પ્રેરણાદાયી કાર્ય છે તેને હું બિરદાવુ છું.આ પ્રસંગે કે.જી.વણઝારાએ કહ્યું કે આ સમાજ મહારાણા પ્રતાપ ના વંશજ સમાજ છે કે જેણે મહારાણા પ્રતાપ સાથે ભુખે તરશે રહીને પણ અંતિમ શ્વાસ સુધી મેવાડ ની ધરતી ના બલિદાન માટે આ ક્ષત્રીય ગાડલીયા લુહાર સમાજ મા ભોમ માટે પોતાના બલિદાન પણ મેવાડ ની ધરતી માટે આપેલ છે.આ સમુહ લગ્ન ના ભગીરથ સેવાકીય કાર્ય માટે સમાજ ના વિવિધ ક્ષેત્ર ના દાતાઓ દ્વારા જે દાન ભેટ આપવા માં આવી હતી જેનું બહુમાન ક્ષત્રિય ગુજરાત ગાડલીયા લુહાર સમાજ સાત ફેરા સમુહ લગ્ન સમિતિ દ્વારા સમાજ ના દાનવીર ભામાસા ઓ ની સન્માન પુષ્પ ગુચ્છ તેમજ સાલ ઓઢાડીને દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.સમુહ લગ્ન ના આ પ્રસંગે સમાજ ના વિવિધ ક્ષેત્ર ના સામાજીક તેમજ રાજકીય પક્ષો ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સાત ફેરા સમુહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી ભુપતભાઈ બાલાણી એ સમુહ લગ્ન અને એની સમિતિ દ્વારા કરવામાં આવેલ કાર્ય વિશે વાત કરી સૌ મહેમાનોનું સ્વાગત કરેલ.આ તકે સમિતિના મંત્રી શ્રી પી.જી.લુહારીયા દ્વારા પ્રાસંગિક ઉદ્ધબોધન કરીને સમાજ વિશે ટુંકી માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગ માં વિદાય વેળા એ સમુહ લગ્ન સમિતી દ્વારા દરેક દીકરીઓને સંપૂર્ણ કરિયાવર તેમજ ઘર વખરી આપવામાં આવી હતી અને દરેક દીકરીને પાંચ સો રૂપિયા ભેટ તરીકે સમિતિ દ્વારા આપવામાં આવ્યા હતા.આ સમુહ લગ્ન મહોત્સવમાં ક્ષત્રિય ગાડલીયા લુહાર સમાજ ના યુવાનો દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી હતી.યુવાનોના કાર્ય માં જોમ જુશો વધે તે માટે માનનિય કે.જી.વણઝારા દ્વારા યુવાનો નું અભિવાદન કરવામાં આવ્યું હતું.સમુહ લગ્ન પ્રસંગે આયોજીત સન્માન સમારોહ કાર્યક્રમ નું સંચાલન વિઠ્ઠલભાઈ અજાણી,રમેશભાઈ માસ્તર,સંજયભાઈ રાઠોડ,દેવરાજ રાઠોડ વીરપુર દ્વારા કરાયું હતું.