વિજયસિંહ સોલંકી ,ગોધરા (પંચમહાલ)
આજનો જમાનો મોબાઈલયુગ બની ગયો છે ત્યારે વાંચનનો શોખ પણ મરી પરવળ્યો છે. આપણી માતૃભાષા ગુજરાતીના પુસ્તકોમા એક અનોખો ઈતિહાસ ધરબાયો છે. માતૃભાષા પ્રત્યે પ્રેમ જાગે અને લોકો તેમા રસરુચી લેતા થાય તે માટે પંચમહાલ જીલ્લામા રહેતા કવિ સર્જકો તરફથી એક અનોખુ અભિયાન ચલાવામા આવે છે. જીલ્લાની સાહીત્ય પ્રેમી અને વાંચન પ્રેમી જનતા વાંચન પ્રત્યે જાગૃત થાય તે માટે દર મહિનાના પહેલા રવિવારે પુસ્તક પરબનુ આયોજન કરવામા આવે છે. જેમા સાહીત્ય પ્રેમી જનતાઅને વાચકો તેનો લાભ લે છે. પંચમહાલ જીલ્લાના કાલોલ ખાતે કબીર એવોર્ડ વિજેતાસર્જક વિનોદ ગાંધીના માર્ગદર્શક હેઠળ પુસ્તક પરબનુ આયોજન કરવામા આવ્યુંહતુ. જેમા મોટી સંખ્યામા કાલોલના વાચકો અને ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગોધરા ખાતે નહેરૂ બાગ ખાતે પુસ્તક પરહ અર્તગત કવિઓ દ્વારા કવિતા અને ગઝલના રસપાઠ પણ કરવામા આવ્યા હતા. આ પ્રસંગે સર્જક ડો. રાજેશ વણકર, ‘ પરિવેશ’ના સંપાદક વિનુ બામણીયા,દિલીપ પુવાર, સતિષ ચૌહાણ,શૈલેષ ચૌહાણ, હસમુખ ચૌહાણ,વિજય વણકર હિતેન પરમાર સહીતના કવિઓએ કવિતાઓનં પઠન કર્યું હતું. કવિ વિનોદ ગાંધીએ કવિતા તેમજ ગીત, ગઝલ નો ચીતાર આપ્યો હતો.