જીલ્લાના વડા મથક ગોધરા તેમજ તાલુકામથકોમાં લોક ડાઉનનો અમલ થઈ રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ તેનૂ પાલન કરે તે હેતુથી સમગ્ર પરિસ્થીતી ઉપર ચાપતી નજર રાખી રહ્યા છે. આ બાજુ હવે કોરોનાના મોહોલથી બચવા જીલ્લાના ગ્રામીણ વિસ્તારના અગ્રણીઓ પણ જાગૃત બન્યા હોય તેમ લાગી રહ્યુ છે. પંચમહાલ જીલ્લામા આદિવાસી બહુમુલ્ય વસ્તી ધરાવતા એવા મોરવા હડફ તાલુકા મથકમા પણ લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યોછે. ત્યારે મોરવા હડફ તાલૂકાના ગ્રામીણ વિસ્તારમા પણ પ્રવેશવાના માર્ગો પણ હવે ગ્રામીણ જનતા આડાશો મુકીને ગામમા બહારના વ્યકિતને પ્રવેશવાની મનાઇ ફરમાવિ રહીછે. મોરવા હડફ તાલુકામાં લોકડાઉન અમલ માટે કેટલાક ગામોના આંતરિક પ્રવેશ માર્ગ ગ્રામજનોએ બંધ કરેલ છે. ગ્રામજનોએ કોઈ બહારની વ્યક્તિ કે વાહન ગામમાં આવે નહિં એવા આશયથી આંતરિક રસ્તાઓ ઉપર ઝાડી ઝાંખરા મૂકવામા આવ્યા છે.
રાજૂ સોલંકી:- મોરવા હડફ