ચીનના વૂહાનથી શરૂ થયેલો અને દેશભરમાં હાહાકાર મચાવી નાખનાર કોરૉનો વાઇરસના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં ગરીબ વર્ગને કિન્નર સમાજ દ્રારા મદદ કર્યાનો ગોધરાના ખાડી ફળીયા વિસ્તારનો વિડીઓ સોશિયલ મિડીયામા વાયરલ થયો છે.
સમાજમા જેમને યોગ્ય માનભરી નજરે જોવામા નથી આવતા અને માનભેર મોભો હજી સુધી મળ્યો નથી. તેવા કિન્નર સમાજના મોભી અગ્રણીનો કોરોનાના માહોલ વચ્ચે ગરીબ પરિવારોને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને પૈસા આપતો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે. દેશભરમા લોકડાઉન કરવામા આવ્યુ છે. દેશમા ગરીબ લોકોની પરિસ્થીતિ વિકટ બની છે. ત્યારે દેશમા સેવાભાવી સંસ્થાઓ પણ હાલ મદદે આગળ આવી રહી છે. મધ્યમ વર્ગના લોકો પોતાનો ધંધો રોજગાર છોડી ઘરમાં કેદ થયેલા જોવા મળે છે. ત્યારે જે લોકો મજૂરી કરીને રોજનું પોતાનું પેટનો ખાડો પૂરતા હોય તેવા લોકો નું શું…??? ત્યારે ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા કિન્નર સમાજ અગ્રણી એવા સારિકા માસી એ આવા ગરીબ પરિવારો માટે જાતે એક હાથલારી જીવન જરૂરી ચીજવસ્તુઓ ભરી પૈસા અને અનાજ આપતો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે. જેમાં કિન્નર સમાજ ના અગ્રણી સારિકા માસી મુસ્લીમ સમાજ ની દીકરી ને જીવન જરૂરી ચીજવસ્તુઓ આપી ને કહ્યું હતું કે અલ્લાહને દુવા કરજે કે કોરૉનો વાઇરસ વહેલો જતો રહે. આમ કિન્નર સમાજના મોભી એવા સારિકા માસીએ આવી કપરી પરિસ્થિતિમાં ગરીબો માટે મદદનો હાથ લંબાવીને કોમીએકતાનૂ ઉતકૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
રાજુ સોલંકી:- પંચમહાલ