લોકડાઉન પ્રથમ દિવસ પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિતના શહેરોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ: દવા, કરિયાણું, દૂધ, શાકભાજી સહિતની ખાદ્ય સામગ્રી વેચતી દુકાનો ખુલ્લી રહી નગરપાલિકા દ્વારા શહેરને સેનેટાઈઝ કરવા સહિતની સ્વચ્છતા સંબંધી કામગીરી હાથ ધરાઈ. કોરોનાનો માહોલ જોવા નીકળેલા ને પોલિસની ટકોર પરિસ્થિતીની ગંભીરતાને સમજો, સમજાવટથી પાછા વાળ્યા. કોરોના ચેપના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે ગઈ મધ્યરાત્રિથી રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. પંચમહાલ જિલ્લા પોલિસ તંત્ર દ્વારા લોકડાઉનનો સંપૂણપણે અમલ કરાવવા માટે ઠેર-ઠેર નાકાબંધી કરવામાં આવી છે. પોલિસ જવાનોએ ગોધરા શહેરમાં અલગ-અલગ જગ્યાઓએ વહેલી સવારથી ચેકપોસ્ટ ઉભા કરી શહેરમાં થતી અવર-જવરને નિયંત્રિત કરવાની શરૂઆત કરી હતી. ગૃહ વિભાગે બહાર પાડેલા જાહેરનામાને અનુસરતા પંચમહાલ જિલ્લામાં પણ આવશ્યક ચીજવસ્તુઓ (મેડિકલ સ્ટોર્સ, કરિયાણું, દૂધ-શાકભાજી જેવી રોજિંદી જીવનજરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનો) સિવાયની તમામ દુકાનો બંધ રહી હતી. નાગરિકો-વેપારીઓ-દુકાનદારોએ કર્ફ્યુનો અમલ કર્યો હતો. આ દરમિયાન શહેરમાં મુખ્ય માર્ગો પર ફરવા નીકળેલા અને યોગ્ય કારણ વગર બહાર નીકળેલા નાગરિકોને પોલિસ જવાનોએ ઉભા રાખી કોરોના વાયરસે ઉભી કરેલી સ્થિતિની ગંભીરતા સમજી, લોકડાઉનના આદેશનું પાલન કરી પોતાની જાત અને આજુબાજુના લોકોને સુરક્ષિત રાખવા ઘરે રહેવા સમજાવી પાછા વાળ્યા હતા. કરિયાણા,દૂધ,શાકભાજીની દુકાનોએ ચારથી વધુ લોકો ભેગા ન થાય અને લોકો એકબીજા વચ્ચે સલામત અંતર જાળવે તે અંગે પણ સમજ આપી.
રાજુ સોલંકી :- પંચમહાલ
લોકડાઉન પ્રથમ દિવસ પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિતના શહેરોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ
Advertisement