પંચમહાલ, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાં નવરાત્રી મહોત્સવ જ્યારે અંતિમ ચરણમાં છે.ત્યારે શહેરા નગર સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ રાશ-ગરબાની રમઝટ જામે છે. શહેરા તાલૂકાના લાભી ગામે ૮ નોરતે ટીમલીગીતોના જાણીતા ગાયક પી.પી.બારીયા અને ગાયિકા ચાંદની પરમારે ખેલૈયાઓને સૂરીલા અવાજે ડોલાવ્યા હતા.સાથે સાથે ટીમલી અને ગફુલી ગીતોની રમઝટ નાસીર મ્યૂઝિકના સંગેબોલાવી હતી.
પી.પી.બારીયા પંચમહાલના જાણીતા ગાયક છે.આસપાસના ગ્રામ્યવિસ્તારમાંથી પણ લાભી ગામે ગાયત્રી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. પાછલા ત્રણ વરસથી અહી ગામના યુવાનો દ્રારા બનાવામા આવેલા બહૂચરાજી યુવક મંડળ દ્રારા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામા આવે છે.અને જાણીતા ગાયકોને પણ બોલાવામા આવે છે.
Advertisement