વિજયસિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જીલ્લામા હાલ લગ્નની મોસમ ચાલી રહી છે.આજની મોઘવારીમા લગ્નના ખર્ચા પણ મોધા પડેછે. સામાન્ય વર્ગના પરિવારની હાલત કફોડી બને છે તો પછી ગરીબની વાત જ ક્યા કરવી. ત્યારે હવે સામાજીક સંસ્થાઓ સમુહ લગ્નને પ્રાધાન્ય આપી રહી છે. એ લગ્ન પછી હિન્દુ સમાજ ના હોય કે પછી મુસ્લીમ સમાજના કેમ ન હોય. ગોધરા શહેરની હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ સમાજના ઉત્થાન માટે જાણીતી સામાજીક સંસ્થા છે.જે વિવિધ સમાજલક્ષી કામો પણ કરેછે સમુહ લગ્ન સહીતના કાર્યક્રમો પણ કરે છે. ગોધરા ખાતે આ હમદર્દ ચેરીટેબેલ ટ્રસ્ટ, દ્વારા હિન્દુ મુસ્લીમ સમાજનો સમુહ લગ્નનોકાર્યક્રમ રાખવામા આવ્યો હતો. સમાજના આર્થિક રીતે સપન્ન ના હોય તેવા અને લગ્નની કૌટુબિક ભાવનાથી વંચિતનારહે તેવી ભાવના સાથે આ સમુહ લગ્નનુ આયોજન કોઈ ભેદભાવ વગર કરવામા આવ્યું હતુ. હિન્દુ – મુસ્લિમ સમાજના ૬૦ જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહીત જીલ્લા પોલીસ વડા તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.યુગલોને ઘરવખરીનો સામાન પણ ભેટ આપવામા આવ્યો હતો.આમ હમદર્દ ચેરીટેબેલ ટ્રસ્ટ,ગોધરા દ્વારા હિન્દુ મુસ્લીમ સમાજના સમુહલગ્નનુ આયોજન કરી કોમીએકતાનુ અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.